• Home
  • News
  • મૂળ ગુજરાતના પટેલ પરિવારની કારને USમાં અકસ્માત, માતા-પિતાની નજર સામે જ 2 દિકરાઓએ દમ તોડ્યો
post

પોતાની મોટેલ પરથી 2 દિકરા સાથે ઘરે આવતા દંપતીની કારને અકસ્માત નડ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 09:53:02

છેલ્લા 25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા વ્યારાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામના NRI પટેલ પરિવારની કારને હોસ્ટન શહેરમાં સાંજના સમયે પાછળથી એક પિકઅપ મોબાઈલના ચાલકે ધડાકાભેર અથડાવતા અકસ્માત થયો હતો. કારમાં પાછળ બેસેલા પરિવારના લાડકવાયા 2 દીકરાઓને ગંભીર ઇજા થવાથી મોત થયા હતા. વાલોડ તાલુકાના બાજીપુરા ગામે પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ કરશનભાઇ પટેલના પુત્રો ધર્મેશભાઈ પટેલ અને હિતેષભાઇ પટેલ આજથી 25 વર્ષ પહેલા અમેરિકામાં સ્થાઇ થઇ મોટેલ લઈ બિઝનેશને વિકસાવ્યો હતો.

જ્યારે બીજા ઇજાગ્રસ્ત દિકરાને હેલિકોપ્ટરમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જતી વખતે મોત થયું હતું, એનઆરઆઇ પરિવારના બન્ને દીકરાના માતા પિતાની નજર સામે મોત થતા પરદેશમાં આવી પડેલ દુઃખ સહન કરવું કપરું બન્યું હતું. ધર્મેશભાઈનો મોટો દીકરો નીલ કોલેજમાં અભ્યાસ કરતો હતો, જ્યારે નાનો દીકરો રવિ શાળામાં અભ્યાસ કરતો હતો. વતન બાજીપૂરા ગામમાં રહેતા દાદા દાદીને પૌત્રના મોતના દુઃખદ સમાચાર મળતા જ વૃધ્ધાવસ્થામાં આવી પડેલ દુઃખને સહન કરવું મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું હતું. ગામમાં પણ રવિવારે શોકનું વાતાવરણ છવાયું હતું.

અકસ્માત વાળા દિવસે રવિવારના રોજ તેઓ મોટલ પર કામ પતાવી સાંજે પત્નિ જાગૃતિબેન, પુત્રો નીલ પટેલ (19) અને રવિ પટેલ (14) સાથે તેમની ટોયોટા કેમરી કારમાં કિવિલેન્ડ ખાતે ઘરે જવા નીકળયા હતા. કારમાં ધર્મેશભાઈ અને તેમના પત્ની જાગૃતિબેન આગળ બેઠા હતા, જયારે બન્ને દીકરાઓ કારમાં પાછળની સીટ પર બેઠા હતા. કાર સેનજેસીનટો નદી નજીકથી પસાર થતા હતા, ત્યારે એક વાહનને અકસ્માત થયું હોવાથી તેમની કાર થોભાવી હતી. આ સમયે પાછળથી આવતી એક મોબાઈલ પીકઅપ વાનના ચાલકે કારની પાછળના ભાગે અથડાવી દેતાં પાછળનો ભાગ ખુરદો થઈ ગયો હતો, પાછળની સીટમાં બેસેલ બન્ને દીકરાઓ નીલ અને રવિને ગંભીર ઇજાઓ થવાથી એકનું સ્થળ પર જ મૃત થયું હતું.

અમેરિકાથી કેવિનભાઈએ અકસ્માત અંગે રવિવારે મળસ્કે ફોન કરી જાણ કરતા બાજીપુરામાં પણ ગમગીનીનો માહોલ છવાયો હતો. બાજીપુરા રહેતા સુરેશભાઈ અને તેમના પત્ની સવિતાબેન કુટુંબ પર આવી પડેલ આફતમાં અમેરિકા રહેતા દીકરાના ઘરે પૌત્રોની અંતિમક્રિયામાં જવાની ઈચ્છા રાખતા હોવા છતાં, તેમના વિઝા પૂરા થઇ ગયા હોવાથી બુધવારે અમેરિકામાં જ થનારી પૌત્રોની અંતિમવિધિમાં જવું મુશ્કેલ બન્યું છે, જે અંગે સવિતાબેને ખૂબ દુઃખ વ્યક્ત કર્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post