• Home
  • News
  • 13 યુરોપિયન દેશોમાં UKથી આવનારા લોકો પર પ્રતિબંધ, USમાં 44 લાખ કરોડ રૂપિયાના રાહત ફન્ડને મંજૂરી
post

અમેરિકા સંસદે કોરોના રાહત માટે 900 બિલિયન ડોલર(લગભગ 44 લાખ કરોડ રૂપિયા)ના કોરોના રાહત ફન્ડને મંજૂરી આપી દીધી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-21 12:23:23

એક તરફ, વિશ્વ કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યું છે, જોકે મહામારીનું જોખમ હજી પણ ઘટ્યું નથી. બ્રિટનમાં વેક્સિનેશન શરૂ થયું હોવા છતાં વાઈરસમાં મ્યુટેશન (કોરોના વાઈરસનું નવું વેરિયેન્ટ)ની વાત પ્રકાશમાં આવી છે. અહીં સરકારે કડક પ્રતિબંધો પણ લાગુ કરી દીધા છે. લંડનમાં લોકોને ઘરમાંથી નીકળવાની મનાઈ હોઈ શકે છે, જ્યારે 13 યુરોપિયન દેશ- ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, બુલ્ગારિયા, ડેન્માર્ક, ફિનલેન્ડ, રોમાનિયા, ક્રોએશિયા અને નેધરલેન્ડ્સે UKથી આવનારી ફલાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ, અમેરિકા સંસદે કોરોના રાહત માટે 900 બિલિયન ડોલર(લગભગ 44 લાખ કરોડ રૂપિયા)ના કોરોના રાહત ફન્ડને મંજૂરી આપી દીધી છે.

વિશ્વમાં કોરોનાના 7 કરોડ 71 લાખ 69 હજાર 359 કેસ થઈ ચૂક્યા છે. સારી વાત એ છે કે 5 કરોડ 40 લાખ 88 હજાર 483 લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં મહામારીથી 16 લાખ 99 હજાર 560 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશની સ્થિતિ

દેશ

સંક્રમિત

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

18,267,579

324,869

10,622,082

ભારત

10,056,248

145,843

9,605,390

બ્રાઝિલ

7,238,600

186,773

6,245,801

રશિયા

2,848,377

50,858

2,275,657

ફ્રાન્સ

2,473,354

60,549

183,806

યુકે

2,040,147

67,401

ઉપલબ્ધ નથી

તુર્કી

2,024,601

18,097

1,800,286

ઈટાલી

1,953,185

68,799

1,261,626

સ્પેન

1,817,448

48,926

ઉપલબ્ધ નથી

આર્જેન્ટીના

1,541,285

41,813

1,368,346

 

adv

Related News

post
post
post
post
post
post
post