• Home
  • News
  • 'ભાબીજી ઘર પર હૈ'ના મલખાનની પ્રાર્થના સભા:'અંગૂરી ભાભી' ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં, સિરિયલના કલાકારો ઇમોશનલ થયા
post

સિરિયલમાં અંગૂરી ભાભીનો રોલ પ્લે કરનાર શુભાંગી અત્રે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-26 18:43:09

'ભાબીજી ઘર પર હૈ' ફૅમ મલખાન સિંહ એટલે કે દીપેશ ભાનનું 23 જુલાઈના રોજ 41 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. 25 જુલાઈના રોજ દીપેશની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભામાં સિરિયલના તમામ કલાકારો આવ્યા હતા. શ્રદ્ધાંજલિ આપતા સમયે કલાકારોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

'અંગૂરી ભાભી' રડી પડ્યાં
સિરિયલમાં અંગૂરી ભાભીનો રોલ પ્લે કરનાર શુભાંગી અત્રે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. શુભાંગીને આ રીતે રડતાં જોઈને અન્ય કલાકારો પણ પોતાના આંસુ રોકી શક્યા નહોતા.

પ્રેયર મીટમાં કોણ કોણ આવ્યું હતું?
પ્રેયર મીટમાં વૈભવ માથુર (સિરિયલમાં ટીકાનો રોલ કરે છે), કીકુ શારદા, નિર્મલ સોની, વિદિશા શ્રીવાસ્તવ (સિરિયલમાં ગૌરી મેમ બની છે), રોહિતાશ્વ ગોર (સિરિયલમાં મનમોહન તિવારી બન્યા છે) સહિતના કલાકારો આવ્યા હતા.

કેવી રીતે મોત થયું હતું?
23 જુલાઈના રોજ દીપેશ ભાન સવારે પોતાના ફ્લેટની નીચે મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો. તેણે એક આખી ઓવર બોલિંગ કરી હતી. દીપેશ કેપ લેવા નીચે નમ્યો ત્યારે એ પડી ગયો હતો. તેને તાત્કાલિક ભક્તિ વેદાંતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેના ઘરથી માત્ર પાંચ મિનિટના અંતરે આ હોસ્પિટલ આવેલી છે, પરંતુ જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા તો ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. એક્ટર આસિફ શેખે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દીપેશનું બ્રેન હેમરેજને કારણે મૃત્યુ થયું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post