• Home
  • News
  • લૉકડાઉન બાદ સાઇકલનું વેચાણ વધ્યું, ઇટાલીમાં સાઇકલ ખરીદવા પર સરકાર 60 ટકા સબસિડી આપે છે
post

યુરોપથી માંડીને અમેરિકા-બ્રિટનમાં પણ સાઇકલને પ્રાધાન્ય, કાર ચલાવનારા ઘટી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-03 12:04:00

લંડન:  ઇટાલીના ફ્લોરેન્સમાં સાઇકલ અને ટુ-વ્હીલર વેચતી કંપની પ્રો-બાઇકના માલિક એનરિકો લેપોર હાલ આશ્ચર્યચકિત છે. 3 મહિના અગાઉ સુધી લગભગ નવરા રહેલા એનરિકો તેમની દુકાનની બહાર સાઇકલ ખરીદનારાઓની ભીડ જોઇને વિશ્વાસ નથી કરી શકતા. તેઓ કહે છે, અમે બે મહિનામાં જ ગત વર્ષની તુલનાએ બમણી સાઇકલો વેચી દીધી છે. સ્ટોક પૂરો થઇ ગયો છે. આવી જ સ્થિતિ યુરોપ, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, બ્રિટન તથા ડેનમાર્ક જેવા ઘણા દેશોમાં છે. લૉકડાઉનમાં સંપૂર્ણપણે ખાલી રસ્તાએ એવા લોકોને પણ સાઇકલના શોખીન બનાવી દીધા કે જેમને તે પસંદ નહોતી.


ન્યૂયોર્કમાં બાઇક શેરિંગ સિસ્ટમ 67% વધી
સાઇકલની માગ વચ્ચે કાર ચલાવનારા ઘટી રહ્યા છે. ન્યૂયોર્કમાં બાઇક શેરિંગ સિસ્ટમ 67% વધી છે. સ્વિટ્ઝરલેન્ડમાં સાઇકલનું વેચાણ 171% જ્યારે ફિલાડેલ્ફિયામાં 151% વધ્યું છે. ટુ-વ્હીલરની વૈશ્વિક રાજધાની ડેનમાર્કમાં સાઇકલનું વેચાણ બે-ત્રણ ગણું વધ્યું છે. કોપનહેગનમાં ઓમનિયમ બાઇક્સના માલિક જેમ્સ રુબિન જણાવે છે કે, અમે વ્યાપારના અત્યાર સુધીનાં વર્ષોમાં હાલ સૌથી વ્યસ્ત છીએ. અમે એપ્રિલ-મેમાં જ ગત વર્ષના કુલ વેચાણથી બમણી સાઇકલો વેચી ચૂક્યા છીએ. 


સાઇકલની કંપનીઓના શેરના ભાવ 15% ઊંચકાયા
દુનિયાભરમાં સાઇકલનું વેચાણ વધતાં અને સરકારી નીતિઓથી સાઇકલ ઉદ્યોગને નવજીવન મળ્યું છે. એફટીએસઇ પર આ કંપનીઓના શેરના ભાવ 2 મહિનામાં 15%થી વધુ ઊંચા ગયા છે. 3 મહિના અગાઉ સંઘર્ષ કરી રહેલી સાઇકલ ઇન્ડસ્ટ્રીને હવે કદાચ સરકારના આર્થિક પેકેજની પણ જરૂર નહીં પડે.


પેરિસમાં 650 કિ.મી. ટ્રેક બનશે, બ્રિટન 18 હજાર કરોડનું રોકાણ કરશે
ઘણા દેશો નવી ટ્રાન્સપોર્ટ પોલિસી બનાવી રહ્યા છે. ઇટાલીમાં 40 હજાર રૂ. સુધીની સાઇકલ ખરીદવા પર સરકાર 60% સબસિડી આપે છે. ફ્રાન્સ પાર્કિંગ પાછળ 188 કરોડ ખર્ચશે. પેરિસમાં 650 કિ.મી.નો ટ્રેક બનશે. બ્રિટન સાઇકલ ઇન્ફ્રા પાછળ 18 હજાર કરોડ ખર્ચશે. અમેરિકાના સિએટલમાં 32 કિ.મી.નો ટ્રેક બન્યો છે. ઇટાલીના બોલોગ્નામાં 495 કિ.મી.ની સાઇકલ લેન બનશે.

adv

Related News

post
post
post
post
post
post
post