• Home
  • News
  • બાઈડેન સરકારે લાખો ઘૂસણખોરોને અમેરિકામાં પ્રવેશવાની છૂટ આપી દીધી છેઃ ટ્રમ્પ
post

તેમણે કહ્યુ હતુ કે, આપણને એક એવી ઈમાનદાર સરકારની જરુર છે જે દેશની બોર્ડરોની સુરક્ષા કરવાની સાથે સાથે દેશમાં ઈમાનદારીથી અને નિષ્પક્ષ રીતે કામ કરે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-24 14:33:53

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ પદની આગામી ચૂંટણીમાં ઘૂસણખોરી મુખ્ય મુદ્દો બને તેમ લાગી રહ્યુ છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના સંભવિત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઘૂસણખોરોની સમસ્યાને પોતાના પ્રચારમાં ઉઠાવી રહ્યા છે. તેમણે મંગળવારે એક કાર્યક્રમમાં ફરી કહ્યુ હતુ કે, લાખો લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા છે. આપણી બોર્ડરો સુરક્ષિત નથી અને ચૂંટણી પણ નિષ્પક્ષ રીતે થાય તેમ લાગતુ નથી. તમે જોઈ શકો છો કે, બોર્ડર પર શું થઈ રહ્યુ છે...લાખો લોકો અ્મેરિકામાં ઘૂસી રહ્યા છે.

ટ્રમ્પે કહ્યુ હતુ કે, બાઈડન સરકારે અમેરિકાના ઈતિહાસમાં સૌથી ખરાબ કામ પૈકીનુ એક કામ ઘૂસણખોરોને દેશમાં પ્રવેશવા માટે છુટ્ટો દોર આપીને કર્યુ છે. અમેરિકાની ઉત્તરી સીમા પર સ્થિતિ ખરાબ થઈ રહી છે. અમેરિકા પોતાના ઈતિહાસની સૌથી ભયાનક સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. મને ખબર નથી પડી રહી કે, બાઈડન સરકાર પોતાના જ દેશથી આટલી નફરત કેમ કરે છે....

તેમણે કહ્યુ હતુ કે, આપણને એક એવી ઈમાનદાર સરકારની જરુર છે જે દેશની બોર્ડરોની સુરક્ષા કરવાની સાથે સાથે દેશમાં ઈમાનદારીથી અને નિષ્પક્ષ રીતે કામ કરે.

adv

Related News

post
post
post
post
post
post
post