• Home
  • News
  • બાઈડનની ટીમમાં ભારતીય મૂળના:અમેરિકાને કોરોના મુક્ત કરવા માટે બાઈડને ટાસ્ક ફોર્સની રચના કરી, ભારતીય મૂળના વિવેક મૂર્તિનો સમાવેશ કર્યો
post

યેલ મેડિકલ સ્કૂલના ગ્રેજ્યુએટ વિવેક મૂર્તિને 2014માં રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ પબ્લિક હેલ્થ સર્વિસ કમીશન કોરમાં વાઈસ એડમિરલ પણ રહી ચુક્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 10:13:58

ચૂંટણી અભિયાનમાં કોરોનાથી બચવા પર વિશેષ ભાર અપનાર અમેરિકાના ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડને તેનો સામનો કરવા માટે કામગીરી શરૂ કરી દીધી છે. તેમણે સોમવારે આ માટે તૈયાર કરવામાં આવેલી ટીમની જાહેરાત કરી છે. તેમા ભારતીય મૂળના વિવેક મૂર્તિનો પણ સમાવેશ કર્યો છે. વિવેક મૂર્તિ અમેરિકાના ભૂતપૂર્વ સર્જન જનરલ છે.

યેલો મેડિકલ સ્કૂલમાંથી સ્નાતક મૂર્તિને વર્ષ 2014માં રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સર્જન જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ પબ્લિક હેલ્થ સર્વિસ કમીશન કોરમાં વાઈસ એડમિરલ પણ રહી ચુક્યા છે. તેમના પારિવારીક મૂળ કર્ણાટક સાથે જોડાયેલા છે. ટીમમાં મૂર્તિ સાથે ફેડરલ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ભૂતપુર્વ કમિશ્નર ડેવિડ કેસલર અને યેલ પબ્લિક હેલ્થ પ્રોફેસર માર્કેલા નુનેજ સ્મિથનો પણ સમાવેશ થાય છે.

ડેમોક્રેટ્સે સત્તા હસ્તાંતરણની તૈયારી શરૂ કરી
દરમિયાન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત બાદ ડેમોક્રેટ જો બાઈડેન 20 જાન્યુઆરીના રોજ શપથ લેશે. ડેમોક્રેટ્સે સત્તા હસાંતરણની તૈયારી શરૂ કરી દીધી છે. બાઈડન અને હેરિસે આ માટે વેબસાઈટ BuildBackBetter.com ને ટ્વિટર અકાઉન્ટ @Transition46 ણ તૈયાર કર્યા છે.

બીજી બાજુ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ હજુ પણ હાર માનવા તૈયાર નથી. તેમણે પરિણામો પર આશંકા વ્યક્ત કરી છે. બાઈડનને 279 અને ટ્રમ્પને 214 ઈલેક્ટર્સ વોટ મળ્યા છે. જીત માટે 270 બેઠકની જરૂર હોય છે. બીજી બાજુ ન્યૂઝ એજન્સી AFPના મતે બાઈડન પેરિસ ક્લાઈમેન્ટ સમજૂતી સાથે ફરી વખત જોઈન કરવા પણ વિચાર કરી રહ્યા છે. આ સાથે મુસ્લિમ દેશો પર લગાવવામાં આવેલ ટ્રાવેલ પ્રતિબંધના ટ્રમ્પના ઓર્ડરને ઉલટાવી શકે છે.

ટ્રમ્પના વર્તન પર મોટાભાગના રિપબ્લિકન નેતા મૌન
ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશ (74)એ કહ્યુ છે કે ઘણીબધી બાબતો નક્કી થઈ ચુકી છે. પોતાની વાત અલગ રીતે રજૂ કરતા બુશે કહ્યું કે હું પ્રેસિડેન્ટ ઈલેક્ટ બાઈડન તથા કમલા હેરિસને કહ્યું હતું કે તેમને મળી રહેલી શુભકામનાઓને વધારે વિસ્તારી દેવી જોઈએ. શુ ટ્રમ્પને ફરી એક વખત ગણતરીનો હક છે, આ અંગે બુશે કહ્યું કે અમેરિકી નાગરિકોને વિશ્વાસ છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ છે. અમારી મજબૂતી યથાવત છે. તમામ બાબત સ્પષ્ટ થઈ ચુકી છે.

બુશના મતે રાજકીય મતભેદ હોવા તે અલગ વાત છે, પણ હું જાણું છું કે બાઈડન સારી વ્યક્તિ સાબિત થશે અને દેશને એકજૂટ કરશે. અમને અમારા પરિવાર, પડોસિયો, દેશ તથા ભવિષ્ય માટે સાથે આવવું પડશે.

4 વાત પર ફોકસ

બાઈડનની ટીમે ટ્રાંજિશન વેબસાઈટમાં ચાર બાબતને અગ્રિમતા આપી છે- કોરોનાવાયરસ, આર્થિક મજબૂતી, નસ્લીય સમાનતા અને ક્લાઈમટ ચેન્જ. ડેમોક્રેટ્સ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે પહેલા દિવસે (20 જાન્યુઆરી 2021)થી જ આ ચૂંટણીઓ પર અમારી નજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે બાઈડન એવી કેબિનેટ બનાવવા ઈચ્છે છે કે જે દેશની વિવિધતા દેખાડી શકે.

ધર્મમાં આસ્થા
બાઈડન, જોન એફ કેનેડી બાદ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવેલા બીજા કેથોલિક છે. રવિવારે સવારે બાઈડને તેમના હોમટાઉન વિલ્મિંગ્ટન (ડેલાવેયર)માં ચર્ચ ગયા અને ગ્રેવયાર્ડ જઈ તેમના દિકરા બો બાઈડન, પહેલી પત્ની અને દિકરીને શ્રદ્ધાંજલિ આપી હતી. વર્ષ 2015માં તેમના દિકરાનું કેન્સરને લીધે મૃત્યુ થયુ હતું. વર્ષ 1972માં પહેલી પત્ની અને દિકરીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયુ હતું.

ટ્રમ્પ પરિવાર સચ્ચાઈથી દૂર

ટ્રમ્પે ટ્વિટ કર્યું છે કે લેમસ્ટ્રીમ મીડિયામાં ચર્ચા છે કે હવે પછીના રાષ્ટ્રપતિ કોણ હશે.

બીજી બાજુ, ટ્રમ્પની પત્ની મેલાનિયાએ ટ્વિટ કર્યું છે કે અમેરિકા નિષ્પક્ષ ચૂંટણી ઈચ્છે છે. ચૂંટણી કાયદેસર હોય, ગેરકાયદેસર નહીં. અમે મતોની ગણતરી ઈચ્છીએ છીએ.

adv

Related News

post
post
post
post
post
post
post