• Home
  • News
  • આખરે અમેરિકાથી પહોંચી મદદ, બાયડને કહ્યુ, આ મુશ્કેલીના સમયમાં અમે ભારતની સાથે છીયે
post

આજે આખરે અમેરિકન રાષ્ટ્રપતિ જો-બાયડને ટ્વીટ કરીને ભારતને મદદ કરવાની જાહેરાત કરી છે. અને હાલ 318 ઓક્સિજન કન્સન્ટ્રેટર ભારત મોકલી આપ્યા છે.

Written By nirav govani | Ahmedabad | Published: 2021-04-26 20:06:38

શિકાગો,

ભારતમાં હાલ કોરોના મહા-મારીને લઇને પરિસ્થીતી ખુબ જ નાજુક છે. મોટા ભાગના રાજ્યોમાં ઓક્સિજન અને જરૂરી દવાઓનો જથ્થો ખુટી રહ્યો છે, ત્યારે આજે આખરે અમેરિકન રાષ્ટ્રપતિ જો-બાયડને ટ્વીટ કરીને ભારતને મદદ કરવાની જાહેરાત કરી છે. અને હાલ 318 ઓક્સિજન કન્સન્ટ્રેટર ભારત મોકલી આપ્યા છે.

ભારતમાં હાલ કોરોના વાયરસનો કહેર એટલી હદે વકર્યો છે કે, મોટાભાગના રાજ્યોમાં હોસ્પટિલમાં જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવી તંત્ર માટે મોટો પ્રશ્ન બની ગયો છે. કેટલાક રાજ્યોમાં તો ઓક્સિજન અને કોરોના સામે લડવા માટેની દવાઓનો જથ્થો પણ ખુટી ગયો છે. ત્યારે વિશ્વના દેશો ભારતની મદદે આવ્યા છે. આવી પરિસ્થીતીમાં અમેરિકન કોંગ્રેસ મેન દ્વારા અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિને ભારતની મદદ કરવા વિનંતી કરવામાં આવી હતી. જો કે, તે સમયે અમેરિકન રાષ્ટ્રપતિનું નિવેદન ભારત માટે ચોંકવનારૂ હતુ,  પરંતુ અંતે આજે રાષ્ટ્રપતિ જો-બાયડને ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, અમેરિકા હાલ આ મુશ્કેલ પરિસ્થીતીમાં ભારતની સાથે છે. એટલુ જ નહીં તેઓએ અહિં અમેરિકાથી 318 ઓક્સિજન કન્સન્ટ્રેટરનો જથ્થો ભારત મોકલી આપ્યો છે. ઉપરાંત અમેરિકાથી એક એક્સપર્ટની ટીમ પણ ભારત મોકલવામાં આવશે.  

adv

Related News

post
post
post
post
post
post
post