• Home
  • News
  • વાઇબ્રન્ટ સમિટમાં મોટી જાહેરાત : ગુજરાતમાં સ્થપાશે સુઝુકી મોટર્સનો પ્લાન્ટ, દુનિયાભરમાં થશે વાહનોની નિકાસ
post

આ વર્ષના અંત સુધીમાં ગુજરાત પ્લાન્ટમાંથી પ્રથમ ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-10 15:51:57

ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થયો છે જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિ તેમજ કંપનીઓના સીઈઓ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે સુઝુકી મોટર્સના પ્રમુખ તોશિહિરો સુઝુકી (toshihiro suzuki)એ મોટા રોકાણની જાહેરાત કરતા જણાવ્યું હતું કે સુઝુકી મોટર (suzuki motors) કોર્પોરેશનનો એક વિશાળ પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપશે.

આ વર્ષના અંત સુધીમાં પ્રથમ ઈલેક્ટ્રોનિક વાહનોનું ઉત્પાદન કરશે

વાઈબ્રન્ટ સમિટમાં સંબોધન કરતી વખતે તેમણે કહ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ગુજરાત પ્લાન્ટમાંથી પ્રથમ ઈલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરશે તેમજ આ મોડલને ફક્ત ભારતમાં જ નહીં પણ જાપાન અને યુરોપિયન દેશોમાં પણ નિકાસ કરવાની યોજનાની રૂપરેખા આપી હતી. 

સુઝુકી મોટરની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધીને 1 મિલિયન યુનિટ થઈ જશે 

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ગુજરાતના નવા પ્લાન્ટમાંથી 3,200 કરોડનું રોકાણ કરશે જે દર વર્ષે 2.5 લાખ યુનિટનું ઉત્પાદન કરી શકે છે. આ સાથે જ સુઝુકી મોટરની ગુજરાતની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વર્તમાન 7.5 લાખથી વધીને 1 મિલિયન યુનિટ થઈ જશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજ્યના અન્ય પ્લાન્ટસમાં પણ 35,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

adv

Related News

post
post
post
post
post
post
post