• Home
  • News
  • લોકસભા ચૂંટણી પહેલા બિહારના પૂર્વ CMની મોટી જાહેરાત, ચૂંટણી નહીં લડે
post

બિહારના પૂર્વ CM અને હિન્દુસ્તાની આવામ મોર્ચા (સેક્યુલર)ના સંસ્થાપકે કહ્યું, ‘75 વર્ષ બાદ ચૂંટણી ન લડવી જોઈએ’

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-02 18:27:24

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવામ મોર્ચા (સેક્યુલર)ના સંસ્થાપક જીતન રામ માંઝી (Jitan Ram Manjhi) આગામી કોઈપણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. ઉપરાંત તેમણે લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) અને તેજસ્વી યાદવ (Tejashwi Yadav)નો ઉલ્લેખ કરી નીતીશ કુમાર (Nitish Kumar) પર આકરા પ્રહારો કર્યા છે. માંઝીએ આ ત્રણેય નેતાઓને પક્ષ પલટુઓ કહ્યા છે. જીતન રામ માંઝીએ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે, હું ચૂંટણીને ધ્યાને રાખી મુલાકાત કરવા આવ્યો હતો.

‘75 વર્ષ બાદ ચૂંટણી ન લડવી જોઈએ’

જીતન રામ માંઝીની આ જાહેરાત બાદ તેઓ ચૂંટણી પોલિટિક્સમાંથી નિવૃત્ત થયા છે. હવે તેઓ ભવિષ્યમાં કોઈપણ ચૂંટણી લડશે નહીં... માંઝીએ કહ્યું કે, તેમની ઉંમર 79 વર્ષ થઈ ગઈ છે અને 75 વર્ષ બાદ ચૂંટણી ન લડવી જોઈએ. પોતાની ઉંમરને ટાંકીને પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, હવે ચૂંટણી લડતી તેમના સિદ્ધાંતો વિરુદ્ધ હશે. આ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે, જીતન રામ માંઝી લોકસભાની ચૂંટણીમાં કોઈપણ બેઠક પરના ઉમેદવાર નહીં હોય... 

માંઝીએ અમિત શાહ સાથે કરી મુલાકાત

જીતન રામ માંઝી આજે દિલ્હી પહોંચ્યા હતા અને અહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે કહ્યું કે, હું લોકસાભા ચૂંટણીને ધ્યાને રાખી મુલાકાત કરવા આવ્યો હતો. તેમણે કહ્યું કે, NDAમાં તેમની પાર્ટીને જેટલી પણ બેઠકો મળશે, તેના પર જીતવાના તમામ પ્રયાસો કરશે. માંઝીએ કહ્યું કે, બિહારની 40 લોકસભા બેઠકો પર એનડીએની જીત થાય તે માટે તેઓ ભાજપના સહયોગી તરીકે મજબુતી સાથે ઉભા રહેશે. માંઝીએ એમ પણ કહ્યું કે, BJP દ્વારા તેમની પાર્ટીને જે બેઠકો અપાશે, તેનો તેવો સ્વિકાર કરશે...

જો નીતીશ NDAમાં જશે તો હું વાંધો ઉઠાવીશ : માંઝી

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને તેમની પાર્ટી જદયૂના એનડીએમાં પરત ફરવાના પ્રયાસો પર જીતન રામ માંઝીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો નીતીશ કુમાર એનીડએમાં પરત ફરશે તો તેઓ વાંધો ઉઠાવશો. લાલુ યાદવ અને તેજસ્વી યાદવ નીતીશ કુમારને પહેલા જ પક્ષપલટુ કહી ચુક્યા છે. કોઈ તેમને પલટૂ ચાચા કહે છે, તો કોઈ પલટૂ ભાઈના નામથી બોલાવે છે... હવે નીતીશ કુમારની આ જ ઓળખ છે... તેમણે કહ્યું કે, જો નીતીશ ફરી પલટી મારશે તો તેનો કોઈ જવાબ નહીં... માંઝીએ કહ્યું કે, તેમની પાર્ટી એનડીએની નાની સહયોગી છે, તેમની કોઈ મોટી ભુમિકા નથી, પરંતુ જો ભાજપ નીતીશ કુમારને એનડીએમાં પરત લેશે તો તેઓ તેનો વિરોધ કરશે.

adv

Related News

post
post
post
post
post
post
post