• Home
  • News
  • રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના રિલેશન અંગે આવ્યા મોટા સમાચાર, ફેન્સ પણ ચોંક્યા
post

જોકે હજુ સુધી બંને સ્ટાર્સ તરફથી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રશ્મિકા અને વિજયની સગાઈની ખબર સાંભળ્યા બાદ ચાહકો ખુશ થઈ ગયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-08 18:28:52

સાઉથથી લઈને બોલીવુડમાં પોતાની એક્ટિંગથી જાણીતી રશ્મિકા મંદાના અત્યારે પોતાની તાજેતરની રિલીઝ ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં તેની એક્ટિંગના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. રશ્મિકાની ક્યૂટનેસના લાખો લોકો દિવાના છે. તેણે ખૂબ નાની ઉંમરમાં સાઉથથી લઈને બોલીવુડમાં પોતાનું નામ બનાવ્યુ છે. એક્ટ્રેસ હંમેશા જ કોઈકને કોઈક કારણસર ચર્ચામાં રહે છે. આ વખતે રશ્મિકા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે.

રશ્મિકા સગાઈ કરવાની છે?

રશ્મિકા મંદાનાનું નામ લાંબા સમયથી સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાની સાથે જોડાઈ રહ્યુ છે. ઘણી વખત બંનેને સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા છે. હવે આ બંને અંગે મોટી ખબર સામે આવી છે. મળતી માહિતી અનુસાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા પોતાના સંબંધને ઓફિશિયલ કરવાના છે.

રિપોર્ટ અનુસાર રશ્મિકા અને વિજય આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં સગાઈ કરી શકે છે. જોકે હજુ સુધી બંને સ્ટાર્સ તરફથી આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રશ્મિકા અને વિજયની સગાઈની ખબર સાંભળ્યા બાદ ચાહકો ખુશ થઈ ગયા છે.

રશ્મિકા આ સાઉથ એક્ટરને કરી ચૂકી છે ડેટ

રશ્મિકા મંદાના અગાઉ સાઉથના જાણીતા સ્ટાર રક્ષિત શેટ્ટી સાથે રિલેશનશિપમાં રહી ચૂકી છે. એક્ટ્રેસે તેની સાથે સગાઈ પણ કરી લીધી હતી પરંતુ કોઈ કારણસર તેમનો આ સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયુ.

ઉલ્લેખનીય છેકે રશ્મિકા તાજેતરમાં જ રણબીર કપૂર સાથે ફિલ્મ 'એનિમલ'માં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ કમાણી કરી. તાજેતરમાં જ આ ફિલ્મની સક્સેસ પાર્ટી પણ યોજવામાં આવી હતી.


adv

Related News

post
post
post
post
post
post
post