• Home
  • News
  • મની લોન્ડરિંગ મામલે જેક્લિન ફર્નાન્ડિઝને મોટી રાહત: દિલ્હી કોર્ટે વિદેશ જવાની પરવાનગી આપી
post

અભિનેત્રી 25થી 27 મે અબુધાબી અને 28 મે થી 12 જૂન સુધી ઈટલીની યાત્રા કરી શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-23 18:53:13

નવી દિલ્હી: ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ મામલે આજે બોલીવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ થઈ હતી. આ દરમિયાન કોર્ટે અભિનેત્રીને મોટી રાહત આપતા વિદેશ જવાની અનુમતિ આપી છે. અભિનેત્રી 25થી 27 મે અબુધાબી અને 28 મે થી 12 જૂન સુધી ઈટલીની યાત્રા કરી શકશે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર ઉપરાંત પોતાની ચાર્જશીટમાં જેકલીન ફર્નાન્ડિઝને આરોપી બનાવી છે. અગાઉ પણ આ મામલે ED જેકલીનની અનેકવાર પૂછપરછ કરી ચૂકી છે.

સુકેશ ચંદ્રશેખર પર જેલમાં રહીને બિઝનેસમેનની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની વસુલી કરવાનો આરોપ છે. એજન્સી પાસે પર્યાપ્ત પુરાવા છે કે, જેકલીન ફર્નાન્ડિસને પણ આ પૈસાથી ફાયદો થયો છે.

સુકેશ ચંદ્રશેખરે જેક્લિન ફર્નાન્ડિઝને જે કરોડો રૂપિયાના ગિફ્ટ આપ્યા હતા તેને પણ ED જપ્ત કરી ચૂકી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જેક્લિને સુકેશ સાથે એ સમયે પણ મુલાકાત કરી હતી જ્યારે તે જેલમાં બંધ હતો. આ કેસમાં ડાન્સર અને એક્ટ્રેસ નોરા ફતેહીનું નામ પણ સામેલ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post