• Home
  • News
  • દેશને મળી મોટી સફળતાઃ ONGCએ ઊંડા દરિયામાં શરૂ કર્યું તેલ ઉત્પાદન, વડાપ્રધાન અને પેટ્રોલિયમ મંત્રીએ આપી શુભેચ્છા
post

ONGCએ KG-DWN-98/2 બ્લોકમાં ક્લસ્ટર-2 પ્રોજેક્ટથી ઉત્પાદન શરૂ કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-08 18:51:57

ONGC Oil Production: સરકારી ઓઈલ માર્કેટિંગ કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) એ બંગાળની ખાડીમાં કૃષ્ણા ગોદાવરી બેસિનમાં ડીપ વોટર બ્લોકથી તેલનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. કંપની તરફથી માહિતી મળી છે કે ONGCએ KG-DWN-98/2 બ્લોકમાં ક્લસ્ટર-2 પ્રોજેક્ટથી ઉત્પાદન શરૂ કર્યું છે. પહેલા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને ONGCની આ મોટી ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરી છે.

PM નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરતા પોસ્ટ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું કે, આ ભારતની ઉર્જા યાત્રામાં એક ઉલ્લેખનીય પગલું છે અને આત્મનિર્ભર ભારતના આપણા મિશનને પ્રોત્સાહન આપશે. તેનાથી અમારી અર્થવ્યવસ્થાને પણ અનેક ફાયદા થશે.


હરદીપ સિંહ પુરીએ શેર કરી માહિતી

ગઈકાલે સવારે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ONGCની આ મોટી ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરી હતી અને જાણકારી સાર્વજનિક કરતું ટ્વીટ કર્યું હતું. 

ONGCને ઊંડા દરિયાથી તેલનું ઉત્પાદન કરવાના ક્લસ્ટર 2ને શરૂ કરવામાં કેમ વિલંબ થયો?

ONGCના ક્લસ્ટર-2 તેલનું ઉત્પાદન નવેમ્બર 2021 સુધીમાં શરૂ થઈ જવાનું હતું પરંતુ કોરોના મહામારીના કારણે તેમાં વિલંબ થતો ગયો અને તે નવેમ્બર 2021ના ​​બદલે જાન્યુઆરી 2024 સુધી આવીને શરૂ થઈ શક્યુ છે. ONGC એ ક્લસ્ટર-2 તેલની પ્રથમ ડેડલાઈન મે 2023 શેડ્યૂલ કરી હતી. બાદમાં તેને લંબાવીને ઓગસ્ટ 2023, સપ્ટેમ્બર 2023, ઓક્ટોબર 2023 અને છેલ્લે ડિસેમ્બર 2023 કરવામાં આવી હતી. હવે આ કામ શરૂ થઈ ગયું છે અને તેલનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. 

adv

Related News

post
post
post
post
post
post
post