• Home
  • News
  • ગરીબ દેશમાં 1 અબજ લોકોમાં સંક્રમણનું જોખમ, 30 લાખના મોત થઈ શકે છે; જેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેલ
post

આ 34 ગરીબ દેશમાં ભારતનું નામ નથી, 3 પાડોશી દેશ- પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાંમાર સામેલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 10:50:28

લંડન: ઈન્ટરનેશનલ રેસ્ક્યૂ કમિટિએ મંગળવારે એક નવા રિપોર્ટમાં કોરોના અંગેની જાનહાનીની મોટી ચેતવણી આપી છે. બ્રિટનના પૂર્વ વિદેશ સચિવ ડેવિડ મિલિબેન્ડની અધ્યક્ષતા વાળી આ એજન્સીના જણાવ્યા પ્રમાણે, દુનિયાના 34 સર્વાધિક ગરીબ દેશોમાં કોવિડ-19 વાઈરસનો વિનાશકારી પ્રભાવ હશે. જેનાથી લગભગ એક અબજ લોકોમાં સંક્રમણ થઈ શકે છે. 30 લાખ લોકોના મોત થઈ શકે છે.
આ દેશમાં ભારતનું નામ નથી. 7 પાડોશી દેશમાં ત્રણ- પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાંમાર સામેલ છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન, સીરિયા અને યમન જેવા દેશ સામેલ છે. અહીંયા ઈન્ટરનેશનલ રેસ્ક્યૂ કમિટિ સેવા આપી રહી છે.
બ્રિટનની સ્કોય ન્યૂઝ સાથેની વાતચીતમાં મિલિબેન્ડે કહ્યું કે, કોરોના અંગે અત્યાર સુધી ઘણા ઓછા અનુમાન લગાવાયા છે. વાસ્તવિક જાનહાની તો આના કરતા પણ વધારે હશે. આ મહામારી સામે મુકાબલા માટે ગરીબ દેશોને ઘણો ઓછો સમય મળ્યો છે. ત્યાં ઘણા વ્યાપક સ્તરે વિનાશ થઈ શકે છે. 

કોણ છે આવા 34 સર્વાધિક ગરીબ દેશ
આઈઆરસીએ જે 34 દેશની સ્થિતિઓનું આકલન કરીને રિપોર્ટ બનાવ્યો છે તેમા મોટાભાગના યુદ્ધગ્રસ્ત અને શરણાર્થીઓથી પ્રભાવિત દેશ છે. જેમાં આફ્રીકન અને એશિયાઈ દેશ છે. આ દેશમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, બુરુંડી, બુર્કિના ફાસો, કૈમરુન, સેન્ટ્રલ આફ્રીકન રિપબ્લિક, ચાડ, કોલમ્બિયા, કોટ ડી આઈવર, કાંગો, અલ સલ્વાડોર, ઈથિયોપિયા, ગ્રીસ, ઈરાક, જોર્ડન, કેન્યા, લેબનાન, લાઈબેરિયા, લિબિયા, માલી, મ્યાંમાર, નાઈઝર, નાઈઝિરિયા, સિએરા લિયોના, સોમાલિયા, દક્ષિણ સૂડાન, સિરીયા, થાઈલેન્ડ, યુગાંડા, વેનેજુએલા અને યમન.

આ રિપોર્ટની મહત્વની વાતો 

·         આ નવો રિપોર્ટ WHOની 26 માર્ચે પ્રકાશિત ગ્લોબલ ઈમ્પેક્ટ સ્ટડી મોડલ અને ડેટા સેટ પ્રમાણે છે. જેમાં દર એક લાખ સંક્રમિત લોકો પર 1.6 મોત થવાનું અનુમાન લગાવાયું હતું

·         આઈઆરસીએ કહ્યું કે, આવનારા સપ્તાહમાં ઝડપથ પગલા ન લેવાયા તો 50 કરોડથી એક અબજ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ શકે છે. 15 થી 32 લાખ લોકોના મોત થવાની શક્યતા છે.

·         જેમા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગરીબ દેશમાં શરણાર્થી શિબિરમાં ભીડભાડ અને અભાવગ્રસ્ત સ્થિતિઓના કારણે જોખમ વધારે છે. જેવી રીતે બાંગ્લાદેશમાં કોક્સ બજાર, ગ્રીસનો મોરિયા કેમ્પ, સીરિયાના અલ હોલ કોરોનાના નિશાને છે. અહીંયા જગ્યાના હિસાબથી લોકોની સંખ્યા વધારે છે.    

·         હાલની સ્થિતિમાં ગરીબ દેશમાં કોરોના વાઈરસનો પ્રભાવ ખબર નથી પડતો. કારણ કે ત્યાં એ પ્રકારે ટેસ્ટિંગ કરાતા નથી જે રીતે અમીર દેશમાં કરાઈ રહ્યા છે. આફ્રીકામાં અત્યાર સુધી માત્ર 25,000 કેસની વાત કહેવું મોટા પાયે એક નબળોઅંદાજ છે. અહીંયા એક અબજથી વધારે લોકોનું મહાદ્વીપ છે.

·         પૂર્વ લેબર સાંસદ મિલિબેન્ડે દુનિયાના સૌથી અમીર દેશોને આ ગરીબ દેશની સહાયતા માટે એક સાથે આવવાની અપીલ કરતા કહ્યું હતું કે, આપણે હવે નક્કી કરવાની જરૂર છે કે આપણે આને એક વૈશ્વિક મહામારીની જેમી લેવું જોઈએ. આપણે આ મહામારીને ત્યારે જ હરાવી શકીશું જ્યારે આખી દુનિયામાંથી આને ખતમ કરવામાં સફળ થઈ જશું.

·         મિલિબેન્ડે COVID-19 સંકટ પર એકજૂથ આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા અંગે દુનિયાના સૌથી અમીર  દેશ એટલે કે G-20 દેશ પર ઊંઘમાં હોવાનોઆરોપ લગાવ્યો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને ફંડ ન આપવાના અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયને આડે હાથે લેતા તેમણે આને ઊંધું પગલું ગણાવ્યું હતું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post