• Home
  • News
  • જાપાન બાદ અફઘાનિસ્તાનમાં મોટો ભૂકંપ, તીવ્રતા 5.1ની નોંધાઈ, રાત્રે પણ આવ્યા હતા જોરદાર આંચકા
post

અફઘાનિસ્તાનમાં 30 મિનિટની અંદર બે વખત ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-03 18:48:54

જાપાનમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ આજે ફરી એક વખત અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ત્યાં આજે બદખ્શાન પ્રાંતમાં બપોરે 13.54 કલાકે 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનના ઈશ્કોશિમથી લગભગ 15 કિમી દક્ષિણમાં હતું.

ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર લગભગ 125 કિમી ઉંડે હતું. જોકે, ભૂકંપના હળવા આંચકા ઉત્તર પૂર્વી અફઘાનિસ્તાન, દક્ષિણી તાજિકિસ્તાન અને ઉત્તરી પાકિસ્તાનના કેટલાક ભાગોમાં અનુભવાયા હતા. અધિકારીઓએ કોઈ પણ પ્રકારના નુકશાનની સૂચના નથી આપી. આ પહેલા આજે રાત્રે જ અફઘાનિસ્તાનમાં બે વખત ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ડરાવનારી વાત એ છે કે, અફઘાનિસ્તાનમાં 30 મિનિટની અંદર બે વખત ભૂકંપ આવ્યો છે. 

30 મિનિટની અંદર બે વખત ભૂકંપ આવતા લોકોમાં ભય

આજે જ રાત્રે અફઘાનિસ્તાનમાં 30 મિનિટની અંદર બે વખત ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્યાં પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા 4.8 રહી હતી. 

નેશનલ સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર પહેલો ભૂકંપ મોડી રાત્રે 12.28 મિનિટ અને 52 સેકન્ડે આવ્યો હતો. આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતા માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં 80 કિમી ઊંડે હતું. તેનું સ્થાન ફૈઝાબાદના 126 કિ.મી. દૂર પૂર્વમાં હતું. જ્યારે બીજો ભૂકંપ 12:55 મિનિટ અને 55 સેકન્ડે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર ફૈઝાબાદ શહેરથી 100 કિલોમીટર દૂર હતું. જો કે અફઘાનિસ્તાનમાં આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે હજી જાણી શકાયું નથી.



adv

Related News

post
post
post
post
post
post
post