• Home
  • News
  • બિલ ગેટ્સે કોરોનાને વિશ્વ યુદ્ધ પછીની સૌથી મોટી ઘટના ગણાવી; કહ્યું - વેક્સિનને લઈને સમગ્ર દુનિયાની નજર ભારત પર
post

2021માં વેક્સીન આવવાની સંભાવના, ત્યારે આપણને મોટા પ્રમાણમાં તેના ઉત્પાદનની જરૂર પડશે: ગેટ્સ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 10:17:15

વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે કોરોનાને વિશ્વ યુદ્ધ પછીની સૌથી મોટી ઘટના ગણાવી છે. તેમણે મંગળવારે કહ્યું હતું કે કોરોના વેક્સીન બનાવવાને લઈને ભારતની ઇચ્છાશક્તિ અને વિકસિત દેશોમાં તેને પહોંચાડવાની ક્ષમતા વિશ્વમાં આ મહામારીને રોકવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.

ન્યુઝ એજન્સીએ આપેલ એક ઇન્ટરવ્યૂમાં ગેટ્સે કહ્યું કે, વેક્સીન તૈયાર થયા બાદ મોટા પ્રમાણમાં તેના ઉત્પાદન માટે સમગ્ર દુનિયાની નજર ભારત પર રહેશે.

આગામી વર્ષ સુધીમાં વેક્સીન મળવાની આશા
તેમણે કહ્યું કે આપણે સૌ ઇચ્છીએ છીએ કે ભારતમાં જલ્દીમાં જલ્દી સુરક્ષિત અને અસરકારક વેક્સીન તૈયાર થઇ જાય. ત્યારબાદ જ અમારી યોજના કેન્દ્રમાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી કે રવેક્સીન આવતા વર્ષે એટલે કે 2021 આવી શકે છે. પછી આપણને તેને મોટા પાયે ઉત્પાદનની જરૂર પડશે. અન્ય વિકાસશીલ દેશોને પણ તેને ઉપલબ્ધ કરાવવા માટે સમગ્ર દુનિયા ભારત તરફ નજર કરી રહ્યું છે. જો કે, તેને પહોંચાડવાની કઈ રીત હશે તે નક્કી કરવું પડશે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે મિલાવ્યો હાથ
વિશ્વની સૌથી મોટી ચેરિટી સંસ્થાઓમાંની એક બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન વિશ્વમાં કોરોના સામેની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ફાઉન્ડેશને ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે હાથ મિલાવ્યો છે. તેનું લક્ષ્ય કોરોના વેક્સીનનું ઉત્પાદન અને ડિલિવરીને વધારવાનું છે.

જેને વધુ જરૂરીયાત, ભારતની મદદથી ત્યાં પહોંચશે વેક્સીન
તેમણે કહ્યું કે ભારત તે નક્કી કરવામાં મદદ કરશે કે આપણે સૌ સમાન છીએ. અમારી પાસે એક મોડેલ છે, જો દેખાય કે જેને વેક્સીનની સૌથી વધુ જરૂરિયાત છે વેક્સીન તેમના માટે છે. જેનાથી અડધી જિંદગી બચી જશે. જો આપ તેને ફક્ત ધનવાન દેશોને મોકલો છો તો આપ અનેક જિંદગીઓને ગુમાવી દેશો.

નીતિ આયોગ સાથે પણ ચર્ચા કરી રહ્યા છીએ
ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં તેમને કહ્યું કે અમે વેક્સીનનું ભારતમાં ઉત્પાદન કરવા પર વિચાર કરી રહ્યા છીએ. પછી ભલે તે એસ્ટ્રાજેનેકા , ઓક્સફોર્ડ કે નોવાવેક્સ કે જહોનસન એન્ડ જહોનસન હોય. અમે સાર્વજનિક રૂપે તે વ્યવસ્થા માટે વાત કરી છે, જ્યાં સીરમ એસ્ટ્રાજેનેકા અને નોવાવેકસ વેક્સીનને મોટા પ્રમાણમાં બનાવવા માટે સક્ષમ હોય.

તેમણે કહ્યું કે આ અંગે બાયો-ઇ અને જહોનસન એન્ડ જહોનસન વેક્સીન સાથે ચર્ચા થઈ રહી છે. અમારું ફાઉન્ડેશન ભારતના નીતિ આયોગ સાથે પણ ચર્ચા કરી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post