• Home
  • News
  • ભાજપમાં ભરતીમેળો યથાવત, સોમા ગાંડા પટેલ ફરી એકવાર ભાજપમાં જોડાયા
post

પૂર્વ પ્રવક્તા કિશનસિંહ સોલંકી પણ ફરી BJPમાં જોડાયા

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-15 17:16:25

ગાંધીનગર: લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. આ વચ્ચે પણ પક્ષ પલટાનો દોર જોવા મળી રહ્યો છે. ભાજપમાં ભરતી મેળાની જેમ નેતાએ એક બાદ એક જોડાઈ રહ્યા છે. આજરોજ 15 એપ્રિલે ભાજપના પૂર્વ પ્રવક્તા કિશનસિંહ સોલંકીએ ભાજપમાં પુનઃપ્રવેશ કર્યો છે. આ સાથે જ પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ ફરી એકવાર ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર ખાતે બન્ને નેતાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ હસ્તે કેસરિયો ધારણ કર્યો છે.

ભગવંત માન સાથે ફોટો પડાવતા સસ્પેન્ડ થયા હતા
ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ હસ્તે ભાજપનો ખેસ પહેરી બે જૂના જોગીઓ ફરી પક્ષમાં જોડાયા છે. BJPના જ પૂર્વ પ્રવક્તા કિશનસિંહ સોલંકી દોઢથી બે વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ફોટો પડાવતા વિવાદ થયો હતો. જેમાં કિશનસિંહને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જે ફરી આજરોજ ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજકીય પક્ષ કોઈપણ નેતાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરતી હોય છે. પરંતુ કિશનસિંહને દોઢથી બે વર્ષમાં જ ફરી પક્ષમાં જોડવામાં આવ્યો છે.

સોમા ગાંડા પટેલનો ભાજપમાં બીજીવાર પ્રવેશ
ભાજપના જ જૂના જોગી પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલ પણ ભાજપમાં જોડાયા છે. જેઓ પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. જે બાદ ફરી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. હવે ફરીથી ભાજપ પક્ષમાં પ્રયાણ કર્યું છે. સી. આર. પાટીલે સોમા ગાંડાને કેસરિયો પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા હતા.લોકસભાની ચૂંટણીઓને હવે મહિનો પણ બાકી નથી ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપે ચંદુભાઇ સિહોરાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને મેદાને ઉતાર્યા છે. જોકે, ચૂંટણી ટાણે કોંગ્રેસને ફટકો પડ્યો છે. સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય તથા કોળી સમાજના નેતા સોમાભાઈ ગાંડાલાલ પટેલે ચાર દિવસ પહેલાં પાર્ટીને અલવિદા કહ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post