• Home
  • News
  • 'ભાજપવાળા સોદો કરે છે, સન્માન નહીં...' બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવનાં તીખા પ્રહાર
post

પીએમ મોદીને પૂછ્યો સવાલ - શું તે ગેરન્ટી લેશે કે નીતીશ કુમાર ફરી ગુલાંટ નહીં મારે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-12 18:40:49

નીતીશ કુમાર ફરી એનડીએમાં જોડાઈ ગયા બાદ બિહારના 9મી વખત મુખ્યમંત્રી બની જવામાં સફળ રહ્યા હતા પરંતુ હવે આજે વિધાનસભામાં તેમની આ સરકારે વિશ્વાસ મત મેળવવાનો હતો. જેના પર ગંભીર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં ભાગ લેતાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ભાજપ અને નીતીશ કુમાર બંનેને ઘેર્યા હતા.

વિજય સિંહાએ તેજસ્વીને જવાબ આપ્યો

ડેપ્યુટી સીએમ વિજય સિંહાએ તેજસ્વી યાદવના આરોપો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, 'હું તમને જણાવી દઈએ કે પાર્ટી નેતૃત્વ દ્વારા જે પણ જવાબદારી આપવામાં આવી, અમે તેને ઈમાનદારીથી નિભાવવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું, જે વ્યક્તિ પોતાને સમાજવાદી પરિવાર ગણાવે છે તેનામાં આવા પાત્ર નથી હોતા. સમાજવાદનું પાત્ર એવું નથી કે તે શબ્દો અને કાર્યોમાં અલગ હોય. સત્તા માટે સમાધાન કરનારા લોકો છે.'

સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ 

બિહારમાં અવધ બિહારી ચૌધરીને વિધાનસભા સ્પીકર પદેથી હટાવવાનો પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર કરાયો હતો. આ પ્રસ્તાવ પર વોટિંગ પણ થઈ અને તેના પછી સ્પીકરની તરફેણમાં 125 અને વિરુદ્ધમાં 112 મત પડ્યા હતા.

તેજસ્વીએ પીએમ મોદીને પૂછ્યો સવાલ 

સમ્રાટ ચૌધરીની પાઘડી વિશે તેજસ્વીએ કહ્યું કે, 'તેમને અમારા કાકાએ પાઘડી ઉતારવાની સલાહ આપી હશે. સમ્રાટ ચૌધરીના પિતા અમારી પાર્ટીમાં રહ્યા છે, તેમણે નીતિશ વિશે શું કહ્યું છે તે અમે જણાવવા માંગતા નથી. બિહારના બાળકોને પૂછો કે તેઓ કયા શબ્દોનો ઉપયોગ કરશે, અમે તે કહી શકતા નથી. શું મોદીજી એવી ગેરંટી આપશે કે નીતીશ ફરી ગુલાંટ નહીં મારે?'

બિહારમાં અમે મોદીને રોકીશું : તેજસ્વી 

તેજસ્વી યાદવે આક્રમક અંદાજમાં કહ્યું કે, 'તમારે અમને જણાવી દેવાની જરૂર હતી કે તમે અમને છોડીને જઈ રહ્યા છો. 2020માં આપણે ગઠબંધન બનાવ્યું હતું પરંતુ આપણા ગઠબંધનમાં કોઈ તકલીફ નહોતી. અમે હવે એકલા જ મોદીને બિહારમાં રોકીશું.'

નીતીશ કુમાર પર પ્રહાર કરતા તેજસ્વીએ કહ્યું, 'નીતીશ કુમારે અમને પહેલા પણ આશીર્વાદ આપ્યા હતા કે હવે અમે જ આગળ વધીશું. અમે માનીએ છીએ કે અમે વનવાસ કરવા આવ્યા નથી. નીતીશજીએ અમને કહ્યું હતું કે ભાજપના લોકો અમને ફસાવવા માટે ED-CBIનો ઉપયોગ કરે છે. આખરે શું થયું કે તમારે આ નિર્ણય લેવો પડ્યો? તમે કહ્યું હતું કે અમે NDA છોડી દીધું છે કારણ કે અમારી પાર્ટીને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમે કહ્યું હતું કે અમારો એકમાત્ર ઉદ્દેશ્ય દેશભરના વિરોધ પક્ષોને એક કરવાનો છે. તમે તમારી વાતથી ફરી ગયા.'

અમે 17 મહિનામાં કામ કરી બતાવ્યું: તેજસ્વી

આરજેડી નેતાએ કહ્યું કે, 'અમે કહ્યું હતું કે જો અમે તમારી સાથે આવીશું તો તમે અમને ખાતરી આપો કે અમને વચન આપ્યા મુજબ 10 લાખ નોકરીઓ આપીશું, ત્યારબાદ સીએમએ કહ્યું કે નાણા સચિવ જતા રહ્યા છે. તે તમને સમજાવશે. તેઓ અમને ફાઇલ બતાવે છે, તે કેવી રીતે થશે. અમે કહ્યું કે આ કામ અમારે કોઈપણ સંજોગોમાં કરવાનું છે. તમે કહેતા હતા કે તે અશક્ય હતું, પરંતુ અમે તેને 17 મહિનામાં હાંસલ કરી લીધું. અમે થાકેલા મુખ્યમંત્રીને દોડાવવાનું કામ કર્યું.'

કર્પૂરી ઠાકુર મામલે કર્યા પ્રહાર 

બિહારમાં જાતિ આધારિત વસતી ગણતરીને રોકવા માટે સુપ્રીમકોર્ટે સોલિસીટર જનરલને ઊભા કર્યા હતા. કર્પૂરી ઠાકુર સાથે અમારા પિતા પણ કામ કરી ચૂક્યા છે. તમને ખબર હતી કે જનસંઘ એ સરકારમાં સામેલ હતી કર્પૂરી જ્યારે અનામત વધારી રહ્યા તો જનસંઘવાળાએ તેમને હટાવી દીધા. એ જ ભાજપવાળા કહેતા હતા કે અનામત ક્યાંથી આવી અને મુખ્યમંત્રી તમે ક્યાં જતા રહ્યા? 

ભારત રત્ન મામલે કર્યા પ્રહાર 

તેમણે કહ્યું કે 'ભારત રત્ન આપવાને એક ડીલ બનાવી લીધી છે. ભાજપવાળા કોઈનું સન્માન નથી કરતાં તે ફક્ત સોદા કરે છે. ફક્ત વોટબેન્કની રાજનીતિ માટે કરે છે. અમે સિદ્ધાંતવાદી લોકો છીએ એટલે મજબૂતીથી ઊભા છીએ. અમે સંઘર્ષ કરતા રહીશું.'

જ્યાં સુધી સરકાર સ્થિર નહીં હોય ત્યાં સુધી બિહારમાં વિકાસ શક્ય નથી: તેજસ્વી 

બિહારના વિકાસને લઈને તેજસ્વીએ કહ્યું કે, 'અમે બિહારના હિત અને પ્રગતિ માટે કામ કરવા માગીએ છીએ. જ્યાં સુધી સરકારમાં સ્થિરતા નહીં હોય ત્યાં સુધી વિકાસ શક્ય જ નથી. અમને જેડીયુના ધારાસભ્યો પ્રત્યે દુઃખ થાય છે. પ્રજાને તેઓ શું જવાબ આપશે. તમને કોઈ પૂછશે કે નીતીશજી તમે 3-3 વખત શપથ લીધા, તો શું જવાબ આપશો? તેજસ્વીએ કહ્યું કે અમારી પાસે તો કહેવા માટે છે કે અમે નોકરીઓ આપી.