• Home
  • News
  • રાજ્યસભામાં વર્ચસ્વ:રાજ્યસભામાં 92 બેઠક સાથે ભાજપની સ્થિતિ વધુ મજબૂત; કોંગ્રેસ 38, સૌથી નીચા સ્તરે
post

સોમવારે ઉત્તર પ્રદેશની 10 બેઠકમાંથી કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરી સહિત ભાજપના નવ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 09:55:43

રાજ્યસભામાં ઉત્તરાખંડની એક બેઠક સહિત 11 બેઠક પર સોમવારે થયેલી ચૂંટણી પછી ઉપલા ગૃહમાં એનડીએની તાકાત 104 બેઠક સુધી પહોંચી ગઈ છે. આ ચૂંટણીઓ પછી ભાજપની બેઠકો 92 થઈ ગઈ છે, જ્યારે લાંબા સમય સુધી રાજ્યસભામાં વર્ચસ્વ જાળવી રાખનારી કોંગ્રેસ અત્યાર સુધીના સૌથી નીચા 38 બેઠકના સ્તરે છે.

સોમવારે ઉત્તર પ્રદેશની 10 બેઠકમાંથી કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરી સહિત ભાજપના નવ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. ભાજપને આ ચૂંટણીમાં છ બેઠકનો વધારો મળ્યો છે, જેથી એનડીએના સાંસદોની સંખ્યા 104 સુધી પહોંચી ગઈ છે. ચૂંટાયેલા આ સાંસદોમાં છ પહેલીવાર અને ત્રણ બીજી વાર ચૂંટાયા છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ત્રણ બેઠક સપાએ ગુમાવી છે અને બસપાને એક બેઠકનું નુકસાન થયું છે. આ ચૂંટણીમાં સપાના રામગોપાલ યાદવ અને બસપાના રામજી ગૌતમ પણ ઉપલા ગૃહમાં પસંદ થયા છે.

સત્તાધારી ગઠબંધન એનડીએને વિવિધ બિલો પસાર કરવામાં એઆઈએડીએમકે અને બીજેડીના નવ-નવ સાંસદ, ટીઆરએસના સાત સાંસદ, વાયઆરએસના છ સાંસદનું સમર્થન પણ મળતું રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post