• Home
  • News
  • બોઇંગે કહ્યું- એરફોર્સને 22 અપાચે અને 15 ચિનૂક હેલિકોપ્ટરની ડિલીવરી પૂરી થઇ, છેલ્લી ડિલીવરીમાં 5 અપાચે આવ્યા
post

ભારતે અપાચે હેલિકોપ્ટરનું સૌથી એડવાન્સ વેરિઅન્ટ AH-64E ખરીદ્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 09:53:15

નવી દિલ્હી: અમેરિકાની એવિએશન કંપની બોઇંગે ઇન્ડિયન એરફોર્સને અપાચે અને ચિનૂક મિલિટરી હેલિકોપ્ટર્સની ડિલીવરી પૂરી કરી દીધી છે. બોઇંગ સાથે ભારતે 22 અપાચે હેલિકોપ્ટર અને 15 ચિનૂક હેલિકોપ્ટર ખરીદવાનો કરાર કર્યો હતો. બોઇંગે શુક્રવારે જણાવ્યું કે 5 ચિનુકનો છેલ્લો જથ્થો માર્ચની શરૂઆતમાં મોકલાવ્યો અને 5 અપાચે હેલિકોપ્ટરની છેલ્લી ડિલીવરી જૂનના છેલ્લા અઠવાડિયામાં હિંડન એરફોર્સ સ્ટેશન પર કરવામા આવી હતી. 

બોઇંગ ડિફેન્સ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સુરેન્દ્ર આહુજાએ કહ્યું- મિલિટરી હેલિકોપ્ટર્સની આ ડિલીવરી સાથે અમે પાર્ટનરશિપને આગળ જાળવી રાખીશું અને ભારતીય સુરક્ષાદળોની ક્ષમતાઓની પૂર્તી કરવા માટે કટિબદ્ધ થઇને કામ કરીશું. 

17 દેશો પાસે અપાચેનું એડવાન્સ વેરિયન્ટ છે
ભારતે અપાચેનું સૌથી એડવાન્સ વેરિયન્ટ AH-64E ખરીદ્યું છે. અત્યારસુધી તે 17 દેશો પાસે છે. H-64E અપાચેમાં લેટેસ્ટ કમ્યુનિકેશન સિસ્ટમ, નેવિગેશન, સેન્સર અને વેપન સિસ્ટમ છે. તેમાં એવી સિસ્ટમ સામેલ છે જેનાથી દિવસ, રાત અને દરેક પ્રકારના હવામાનમાં ટાર્ગેટ વિશે આસાનીથી જાણકારી મળે છે. ભારતીય વાયુસેનાએ ચિનૂકનું લેટેસ્ટ વર્ઝન CH-47F(I) ખરીદ્યું છે. વિશ્વભરમાં વીસ દેશોની એરફોર્સમાં ચિનૂક હેલિકોપ્ટર સામેલ છે અથવા તો તેની ખરીદી થઇ રહી છે. બોઇંગે એક નિવેદનમાં કહ્યું કે ચિનૂક 50 વર્ષોથી વિશ્વનું સૌથી ભરોસાપાત્ર હેવી લિફ્ટ હેલિકોપ્ટર છે. તે ગરમ આબોહવા, ઉંચાઇ અને ઝડપી પવન સામે પણ સરળતાથી ઉડી શકે છે. 

સપ્ટેમ્બર 2015માં કરાર કર્યો હતો
રક્ષા મંત્રાલયે સપ્ટેમ્બર 2015માં બોઇંગ સાથે 22 AH-64E અપાચે અને 15 CH-47 AF(I) ચિનૂક હેલિકોપ્ટર્સના પ્રોડક્શન અને ટ્રેનિંગ માટે કરાર કર્યો હતો.  હૈદરાબાદમાં બોઇંગ કંપની ટાટા સાથે જોઇન્ટ વેન્ચર કરીને અપાચે એરોસ્ટ્રક્ચર બનાવે છે. અત્યારે ભારતમાં મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત બોઇંગ કંપની 200થી વધુ પાર્ટનર સાથે મળીને કામ કરી રહી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post