• Home
  • News
  • નાઇજીરિયામાં નરસંહાર:બોકો હરામના આતંકીઓએ મજૂરો-ખેડૂતો પર હુમલો કર્યો, 110 લોકોના હાથ-પગ બાંધીને ગળાં કાપી નાખ્યાં
post

આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોના અંતિમસંસ્કારની તૈયારી કરી રહેલા સ્થાનિક લોકો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 10:00:43

નાઇજીરિયામાં ઈસ્લામિક ટેરર ગ્રુપ બોકો હરામના આતંકીઓએ 110 લોકોની હત્યા કરી દીધી છે. આતંકીઓએ અહીં એક ગામ પર હુમલો કર્યો. અહીં ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને મજૂરોને આતંકવાદીઓએ નિશાન બનાવ્યા હતા. તેમને પકડીને પ્રથમ તેમના હાથ-પગ બાંધી દીધા અને પછી બધાનાં ગળાં કાપી નાખ્યાં હતાં. યુનાઈટેડ નેશન્સ (યુએન)એ આ ઘટનાની નિંદા કરતાં સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.

અગાઉ 43 લોકોની લાશો મળી હતી
ઘટના શનિવારની છે. અહીં નોર્થ ઈસ્ટ નાઇજીરિયાના મૈદુગુરી શહેરની પાસે એક ગામ બોકો હરામના આતંકીઓએ હુમલો કર્યો હતો. ઘટના પછી ઘટનાસ્થળેથી 43 લોકોની લાશ મળી હતી. ત્યારબાદ આ આંકડો વધીને 110થી વધુનો થયો હતો. યુએનએ પણ કહ્યું છે કે અહીં મરનારા લોકોની સંખ્યા 110થી વધુ છે.

અનેક વર્ષથી અહીં આતંકી હુમલા થઈ રહ્યા છે
જેહાદી ગતિવિધિઓનો વિરોધ કરનારી મિલિશિયાના નેતા બાબાકુરા કોલોએ ઘટના અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ મજૂરોને પ્રથમ દોરડાથી બાંધી દીધા હતા અને પછી તેમના ગળા કાપી નખાયા હતા. બાબાકુરાએ કહ્યું હતું કે આ વિસ્તારમાં બોકો હરામ આતંકી સંગઠન એક્ટિવ છે. અનેક વર્ષોથી તે મજૂરોને નિશાન બનાવે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું-સમગ્ર દેશ ઘાયલ થયો
નાઇજીરિયાના રાષ્ટ્રપતિ મહોમ્મદુ બુહારીએ હુમલાની નિંદા કરી. તેમણે કહ્યું હતું કે આ હત્યાઓથી સમગ્ર દેશ ઘાયલ થયો છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. દોષિતોને ટૂંક સમયમાં પકડીને સજા અપાશે.

adv

Related News

post
post
post
post
post
post
post