• Home
  • News
  • બોક્સ ઓફિસ કલેક્શન:રણબીરની 'શમશેરા' ઓપનિંગ ડે પર ન કરી શકી કમાલ, પહેલા દિવસે કરી ફક્ત આટલી કમાણી
post

યશરાજ ફિલ્મ્સની સ્થાપનાના 50મા વર્ષમાં આ કંપનીની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-23 17:40:11

ચાર વર્ષ બાદ રણબીર કપૂર મોટા પડદા પર પરત ફરતો હોય તેમની ફિલ્મ 'શમશેરા'ને લઈને ઘણી આશા હતી. લાંબા સમય બાદ આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઇ હતી. પરંતુ હાલ ફિલ્મની સ્થિતિ 'ગાજ્યા મેઘ વરસે નહીં' જેવી છે. આ ફિલ્મના રીવ્યુ પણ સારા હતા. લોકોને અપેક્ષા હતી કે, ફિલ્મ પહેલાં દિવસે સારી કમાણી કરશે. પરંતુ આવું કંઈ થયું ન હતું. ભારતમાં 4350 અને વિદેશમાં 1200 સ્ક્રીન પર આ ફિલ્મ રિલીઝ થઇ હતી.

'શમશેરા' ફિલ્મે પહેલા દિવસે કરી કમાણી
ચાર વર્ષ બાદ મોટા પડદા પર પરત ફરનાર રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા' બિગ બજેટની છે. આ ફિલ્મમાં સંજયદત્ત અને વાણી કપૂર લીડ રોલમાં છે. જો ફર્સ્ટ ડે ક્લેકશની વાત કરવામાં આવે તો બોક્સ ઓફિસ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર સારા રિવ્યૂ મળવા છતાં 'શમશેરા' પહેલા દિવસે ખાસ કમાલ કરી શકી નથી. પહેલા દિવસે આ ફિલ્મે માત્ર 10. 30 કરોડની કમાણી કરી છે. માનવામાં આવી રહ્યું હતું કે, રણબીરની આ ફિલ્મ પહેલા દિવસે બીજી ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડતી જોવા મળશે. પરંતુ એવું થયું ન હતું. જો કે હજુ એક વીકેન્ડ બાકી છે.

આ ફિલ્મના ટિકિટના ભાવ બહુ જ ઓછા રાખવામાં આવ્યા છે આમ છતાં પણ કમાણી મામલે ખાસ કમાલ કરી શકી ન હતી. કાર્તિક આર્યનની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'ની ઓપનિંગ 'શમશેરા' 14.11 કરોડના રેકોર્ડની બરાબરી કરી શકી નથી. ફિલ્મ 'શમશેરા'નું ઓપનિંગ 'ભૂલ ભુલૈયા 2' કરતા પણ ઘણું ઓછું રહ્યું હતું. આ ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન આ વર્ષની બે મોટી ફ્લોપ 'બચ્ચન પાંડે' (13.25 કરોડ રૂપિયા) અને 'સમ્રાટ પૃથ્વીરાજ' (10.70 કરોડ રૂપિયા)થી ઓછું રહ્યું છે.

યશરાજ ફિલ્મ્સની ખરાબ હાલત
યશરાજ ફિલ્મ્સની સ્થાપનાના 50મા વર્ષમાં આ કંપનીની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. આ વર્ષે રિલીઝ થયેલી યશરાજની તમામ ફિલ્મો 'જયેશભાઈ જોરદાર', 'સમ્રાટ પૃથ્વીરાજ' અને 'શમશેરા'ને બોક્સ ઓફિસ પર જોરદાર ઓપનિંગ મળી નથી. જે પૈકી પહેલી બે ફિલ્મોને ફ્લોપ ફિલ્મો જાહેર કરવામાં આવી છે. ફિલ્મ 'શમશેરા'નું ભવિષ્ય પણ બોક્સ ઓફિસ પર સારું નથી લાગી રહ્યું. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે માત્ર 10.30 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને તે પોતાના બજેટના 10 ટકાથી પણ ઓછી છે. ફિલ્મ 'શમશેરા' ફિલ્મ લગભગ 150 કરોડ રૂપિયામાં તૈયાર કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post