• Home
  • News
  • બ્રાડ પિટ અને એન્જેલિના જોલી છુટા પડ્યાના વર્ષો પછી ફરી કોર્ટે ચડ્યા
post

ફેમસ સ્ટાર્સ એન્જેલીના જોલી અને બ્રાડ પિટને હોલીવુડના સૌથી હોટ કપલ્સમાંથી એક ગણવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-19 15:02:13

વોશિંગ્ટન:

હોલિવુડ સુપરસ્ટાર બ્રાડ પિટે અભિનેત્રી એન્જેલિના જોલીને કોર્ટમાં ઘસીટવાનું પગલુ ભર્યું છે. બ્રાડ પિટે અભિનેત્રીની સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. પિટનું કહેવું છે કે, એન્જેલિના જોલીએ તેમની પરવાનગી વગર એક પ્રોપર્ટી વેચી દીધી છે જ્યારે તેઓ બન્ને તેના ભાગીદાર હતા.

શું છે મામલો

2008માં પિટ અને જોલીએ ફ્રાન્સીસી કંપની ચેટો મિરાવલમાં ભાગીદારી સાથે એક ઘર અને વાઈનરી ખરીદ્યું હતું અને આ સિવાય બંન્નેએ એ પણ નક્કી કર્યું હતું કે, બંન્ને એકબીજાની સહમતિથી જ પોતાની ભાગીદારી વેચશે પરંતુ એન્જેલિનાએ બ્રાડ સાથે વાત કર્યા વગર જ ગયા વર્ષે ઓક્ટોબરમાં પોતાનો હિસ્સો વેચી દીધો હતો. જે બાદ હવે બ્રાડે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

આ કારણે છે મતભેદ

ફેમસ સ્ટાર્સ એન્જેલીના જોલી અને બ્રાડ પિટને હોલીવુડના સૌથી હોટ કપલ્સમાંથી એક ગણવામાં આવે છે. બંન્નેના ઈશ્કની ચર્ચા આખી ઈન્ડસ્ટ્રીમાં થતી હતી. 2011માં એન્જેલિના અને બ્રાડે લગ્ન કરી લીધા હતા. જોકે, પાંચ વર્ષ પછી એટલે કે, 2016માં બન્નેએ છુટા પડવાનો નિર્ણય કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી બંન્ને વચ્ચે કેટલાય વિવાદોની ખબર સામે આવી છે. બ્રાડ પિટ અને એન્જેલિના જોલી વચ્ચે બાળકોની કસ્ટડીને લઈને પણ વિવાદ ચાલુ છે. હાલમાં કોર્ટે બ્રાડ પિટ અને એન્જેલિનાને બાળકોની જોઈન્ટ કસ્ટડી સોંપી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post