• Home
  • News
  • POKનો પ્રવાસ કરનારા બ્રિટિશ સાંસદોને 30 લાખ રૂપિયા મળ્યા, ભારતથી રવાના કર્યા તો POKનો પ્રવાસ કર્યો
post

સાંસદ ડેબી અબ્રાહમ્સની આગેવાનીમાં બ્રિટનના સાસંદોએ આ વર્ષે ફેબ્રુઆરીમાં POKનો પ્રવાસ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-20 09:50:26

લંડન: ભારતે મંજૂરી ન આપતા બ્રિટિશ સાંસદોએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને તેના માટે તેમને મોટી રકમ પણ આપવામા આવી હતી. બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમની આગેવાનીમાં આ સાંસદોના ગ્રુપે આ વર્ષે ફેબ્રુઆરીમાં POKનો પ્રવાસ કર્યો હતો. તેના માટે તેમને મોટી રકમ મળી હોવાની વાત સામે આવી છે. બ્રિટનના ઓલ પાર્લામેન્ટરી ગ્રુપ અને ઓલ પાર્ટી પાર્લામેન્ટરી કાશ્મીર ગ્રુપના રજીસ્ટર અનુસાર આ પ્રવાસ માટે સાંસદોને 31 હજાર પાઉન્ડ (લગભગ 30 લાખ રૂપિયા) મળ્યા હતા. આ રકમ તેમને 18 ફેબ્રુઆરીએ આપવામા આવી હતી. 

બ્રિટિશ સાંસદ ડેબી અબ્રાહમ્સને ફેબ્રુઆરીમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી જ પરત મોકલવામા આવી હતી.  તેના અમુક દિવસો બાદ જ પાકિસ્તાને તેમને અને અન્ય સાંસદોને પાકિસ્તાન બોલાવ્યા હતા. 

અબ્રાહમ્સને કેમ પરત મોકલવામા આવી હતી?
ડેબી અબ્રાહમ્સ ફેબ્રુઆરીમાં 2 દિવસ માટે ભારત આવી હતી. ગત વર્ષે 7 ઓક્ટોબરના બિઝનેસ મિટીંગમાં સામેલ થવા માટે અબ્રાહમ્સને વીઝા ઇશ્યૂ થયા હતા જે ઓક્ટોબર 2020 સુધી માન્ય હતા. પરંતુ દેશવિરોધી ગતિવિધિઓની જાણકારી મળ્યા બાદ સરકારે વીઝા રદ્દ કરી નાખ્યા હતા. માન્ય વીઝા વિના ભારત આવવાના લીધે એરપોર્ટથી જ પરત જવાનું કહેવામા આવ્યું હતું. 

ડેબીએ આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કર્યો હતો
ભારતના પ્રવાસે આવ્યા પહેલા ડેબીએ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કર્યો હતો. આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીર અંગે માહિતી મેળવવા ડેબી પહોંચી હતી. એરપોર્ટ પરથી પરત મોકલવામા આવતા કારણ વિના માન્ય વીઝાને અમાન્ય કરવાનો આરોપ લગાવ્યો હતો. ડેબીએ કહ્યું હતું કે તેની સાથે ગુનેગાર જેવું વર્તન કરવામા આવ્યું હતું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post