• Home
  • News
  • બ્રિટનના PM ઋષિ સુનકે વિશ્વભરના હિન્દુઓને દિવાળીની શુભકામના પાઠવી
post

શનિવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ પરથી પોતાના ભાષણમાં તેમણે ભારતીય વારસાનો ઉલ્લેખ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-12 12:46:08

Britain PM Rishi Sunak Diwali Wishes: બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે વિશ્વભરમાં રહેતા હિન્દુઓ અને શીખોને દિવાળીની શુભકામના પાઠવી છે. બુધવારે તેમણે પોતાની પત્ની સાથે દીપ પ્રગટાવીને અભિનંદન પણ પાઠવ્યા હતા. શનિવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ પરથી પોતાના ભાષણમાં તેમણે ભારતીય વારસાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દિવાળી અને બંદીછોડ દિવસ પર બ્રિટન અને સમગ્ર વિશ્વમાં હિન્દુઓ અને શીખ ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ.

સુનકે આગળ કહ્યું કે, આ એક એવી ક્ષણ છે જ્યારે આપણે દિપકની રોશની સાથે વધુ સારા ભવિષ્યની ઉમ્મીદ કરીએ છીએ. વડાપ્રધાન તરીકે હું પ્રતિબદ્ધ છું કે હું સ્થિતિને વધુ સારી બનાવવું. હું માનું છું કે અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીક તરીકે દિવાળી એક શ્રેષ્ઠ ભવિષ્ય માટે પ્રયત્ન કરવાનું પ્રતીક છે. 

બ્રિટનના PMએ કહ્યું કે, પ્રથમ બ્રિટિશ એશિયન વડાપ્રધાન અને એક હિન્દુ તરીકે મને આશા છે કે, આ સાંસ્કૃતિક અને જાતીય વિવિધતાનો એક અદ્ભુત ઉત્સવ હોઈ શકે છે. આ જ વસ્તુઓ બ્રિટનને એ બનાવે છે જે બ્રિટન આજે છે. ઋષિ સુનક માટે પણ આ દિવાળી એટલા માટે પણ ખાસ છે કારણ કે તેઓ વડાપ્રધાન બન્યાને એક વર્ષ વીતી ચૂક્યુ છે.

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિએ પણ દિવાળીની શુભકામના પાઠવી
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સીરિલ રામાફોસાએ દિવાળીને લઈને પોતાના દેશના નાગરિકોને મેસેજ આપ્યો છે. તેમણે X પર વીડિયો પોસ્ટ દ્વારા કહ્યું કે, દિવાળી પ્રકાશનો પર્વ છે. આપણો વિવિધતાઓ અને અનેક માન્યતાઓ વાળો દેશ છે અને એ જ કારણે આપણે દિવાળીના મહત્વને સમજીએ છીએ. દક્ષિણ આફ્રિકામાં રહેનારા તમામ હિન્દુઓને દિવાળીની શુભકામના. આપણે સમગ્ર દેશમાં આ તહેવાર ઉજવીશું.  દિવાળી એક રીતે એ તહેવાર છે જે આપણને યાદ અપાવે છે કે, આપણે વ્યક્તિ રીતે પીડિતના જીવનમાં પ્રકાશ અને આશા લાવવા માટે જવાબદાર બનીએ. 


adv

Related News

post
post
post
post
post
post
post