• Home
  • News
  • 28 વર્ષની માતા બે ગર્ભાશયમાં ઉછરી રહેલા જોડિયાં બાળકોને જન્મ આપશે, આવો કેસ 5 કરોડમાં એકવાર આવે છે
post

બંને બાળકોની ડિલિવરી અલગ-અલગ દિવસે થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 10:03:11

લંડન: ઇંગ્લેન્ડમાં 28 વર્ષની મહિલાને એક નહિ પણ બે ગર્ભાશય છે અને આ બંને ગર્ભાશયમાં જોડિયાં બાળકો ઉછરી રહ્યા છે. કેલી ફેરહરસ્ટે 12 અઠવાડિયાં પછી સોનોગ્રાફી કરાવી ત્યારે આ વાત સામે આ આવી છે. બાળકો પર કોઈ જોખમ નથી પણ તેમનો જન્મ એક સમયે નહિ થાય તેવું ડોક્ટરનું કહેવું છે. આવો કેસ 5 કરોડમાં એકવાર આવે છે. આ કપલને બે બાળકો છે.

28 વર્ષીય કેલી ફેરહરસ્ટે મીડિયાને કહ્યું કે, મને હજુ આ વાત પર વિશ્વાસ નથી આવતો. ચેકઅપ પછી મને જોરદાર ઝટકો મળ્યો છે, પણ હું ખુશ છું કે હું બે સુંદર બાળકોને જન્મ આપવાની છું. આ કેસમાં સૌથી મોટું જોખમ છે કે એક બાળકની પ્રિમેચ્યોર ડિલિવરી થઇ શકે છે. આ બંને બાળકોનો જન્મ સી-સેક્શનથી જ થશે. એક તરફ મારા મનમાં ડર પણ છે અને હું ઉત્સુક પણ છું. 

કેલી એસેક્સ શહેરના સુપરમાર્કેટમાં કામ કરે છે. તેના પરિવારને જોડિયાં બાળકોની ખબર પડી ત્યારે બધા ખુશ થઇ ગયા પણ આ બાળકો અલગ-અલગ ગર્ભાશયમાં છે તે કોઈએ સપનાંમાં પણ નહોતું વિચાર્યું. લંડનની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના પ્રોફેસર એસ્મા ખલિલે કહ્યું કે, આ ભાગ્યે જ જોવા મળતો કેસ છે. બે અલગ-અલગ ગર્ભાશયમાં જોડિયાં બાળકોને ઘણી ઓછી મહિલાઓએ જન્મ આપ્યો છે. આ કેસમાં જોખમ પણ છે. એક બાળકનો જન્મ 25 અઠવાડિયાં પછી થઇ જશે જ્યારે અન્ય બાળકનો જન્મ તેના અમુક દિવસો પછી થઇ શકે છે. 

adv

Related News

post
post
post
post
post
post
post