• Home
  • News
  • હાઈ અલર્ટ પર BSF, ગુજરાત અને રાજસ્થાન સાથે જોડાયેલ પાકિસ્તાન બોર્ડર પર લોખંડી સુરક્ષા
post

ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને 21 જાન્યારીથી 28 જાન્યુઆરી સુધી સાત દિવસનું ઓપરેશન અલર્ટનો અભ્યાસ શરૂ થયો છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ તેને લઈને તહેનાત છે. ગુજરાતમાં કચ્છના રણથી રાજસ્થાનના બોર્ડર સુધી સૈનિકો અભ્યાસ કરી રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-23 17:47:16

નવી દિલ્લી: દેશમાં ગણતંત્ર દિવસ પહેલાં સુરક્ષા એજન્સીઓ અલર્ટ પર છે. તેને ધ્યાનમાં રાખીને 21 જાન્યારીથી 28 જાન્યુઆરી સુધી સાત દિવસનું ઓપરેશન અલર્ટનો અભ્યાસ શરૂ થયો છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ તેને લઈને તહેનાત છે. ગુજરાતમાં કચ્છના રણથી રાજસ્થાનના બોર્ડર સુધી સૈનિકો અભ્યાસ કરી રહ્યા છે.

ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન રાષ્ટ્ર વિરોધી તત્વોના કોઈપણ નાપાક ઈરાદાને નિષ્ફળ બનાવવા માટે ઓપ્સ અલર્ટ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ અભ્યાસ દરમિયાન આંતરરાષ્ટ્રીય સરહદની આસપાસના વિસ્તારની સાથે સાથે ક્રીક અને હરામી નાળામાં વિશેષ અભિયાન ચલાવી શકાય. તે સિવાય અનેક ઓપરેશનલ પ્રક્રિયાને માન્ય કરવા સિવાય સાર્વજનિક આઉટરીચ કાર્યક્રમોની પણ યોજના બનાવવામાં આવી છે.

પંજાબમાં પણ અલર્ટ જાહેર:

આ સિવાય પંજાબના અમૃતસરમાં શ્રી ગુરુ રામદાસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પહેલાં સુરક્ષા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુરક્ષા કાર પાર્કિંગ સિટી સાઈડ યાત્રી એટલે હોલની અંદર પ્રવેશ કરવા અને બહાર નીકળનારા ગેટ પર વધારવામાં આવી છે. તે અંતર્ગત 75 રૂપિયા ટિકીટવાળી દર્શક ગેલેરીમાં લોકોની એન્ટ્રી 30 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવી છે. એરપોર્ટની અંદર ગુરુદ્વારા સ્તસર સાહિબ જનારા શ્રદ્ધાળુઓને અંદર જવા પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

26મી જાન્યુઆરીના કારણે અલર્ટ પર સુરક્ષા એજન્સીઓ:

તમને જણાવી દઈએ કે ગણતંત્ર દિવસ પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી અને તમામ આતંકી સંગઠન ભારતમાં હુમલાની ફિરાકમાં છે. સુરક્ષા એજન્સીઓના ગુપ્તચર રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટ પ્રમાણે 26 જાન્યુઆરીએ દિલ્લી, પંજાબ સહિત દેશના અનેક શહેરોમાં આતંકી હુમલાનું ઈનપુટ મળ્યા છે. ISIએ આ હુમલાને અંજામ આપવા માટે દાઉદ ગેંગના સભ્યોની મદદ લીધી છે. એજન્સીઓએ દેશના મોટા શહેરોમાં આતંકી હુમલાનું અલર્ટ જાહેર કર્યુ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post