• Home
  • News
  • ભારતનું જેટલું બજેટ છે તેનાથી વધારે ચીન શિક્ષણ પાછળ ખર્ચ કરે છે, અમેરિકાનું સંરક્ષણ બજેટ આપણા વર્ષભરના ખર્ચ કરતા બે ગણું
post

2019-20માં દેશનું બજેટ 27.86 લાખ કરોડ હતું, ચીને 10 મહિનામાં શિક્ષણ પાછળ 29.58 લાખ કરોડ ખર્ચ કર્યા.

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-30 11:37:44

નવી દિલ્હીદેશભરમાં લોકોની નજર પ્રથમ ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ ઉપર છે. ગત વર્ષે 2019-2020 માટે 2786349 કરોડનું બજેટ રજૂ કરાયું હતું. જે 2018-2019ના બજેટ કરતા 13.4% વધારે હતું. ગત વર્ષે આપણું જેટલું બજેટ હતું એટલી રકમ ચીને માત્ર શિક્ષણ પાછળ ખર્ચી છે. ચીનના સરકારી આંકડા મુજબ ઓક્ટોબર 2019 સુધીમાં શિક્ષણ પાછળ 2876.8 અબજ યુઆન ( 29.58 લાખ કરોડ)નો ખર્ચ કર્યો હતો.

2018-19
માં આપણું સંરક્ષણ બજેટ 431011 કરોડ હતું. જેમાંથી 305296 કરોડ ત્રણેય સેના માટે હતું. બીજી તરફ અમેરિકાનું સંરક્ષણ બજેટ 2019-20માં 718 અબજ ડોલર (51.21 લાખ કરોડ રૂપિયા) હતું. જે આપણા કુલ બજેટથી લગભગ બે ગણું છે.

સંરક્ષણ : ચીન આપણાથી ચાર ગણો તો અમેરિકા 17 ગણો વધારે ખર્ચ કરે છે

વિશ્વમાં અમેરિકા સંરક્ષણ પાછળ સૌથી વધારે ખર્ચ કરે છે. અમેરિકાના 2019-20ના બજેટમાં ડિફેન્સ ખર્ચ માટે 718 અબજ ડોલર (51.21 લાખ કરોડ રૂપિયા) ફાળવવામાં આવ્યા હતા.ચીનનું સંરક્ષણ બજેટ પણ 177.6 અબજ ડોલર (12.61 લાખ કરોડ) છે. જો અમેરિકા અને ચીનના સંરક્ષણ બજેટની ભારતના સંરક્ષણ બજેટ સાથે સરખાણી કરાવામાં આવે તો ભારત કરતા અમેરિકાનું સંરક્ષણ બજેટ 17 ગણું અને ચીનનું સંરક્ષણ બજેટ 4 ગણું વધારે છે. ભારતનું સંરક્ષણ બજેટ 2019-20માં 305296 કરોડ હતું. પાકિસ્તાનનું 2019-20નું સંરક્ષણ બજેટ ભારતના ચલણ મુજબ 53164 કરોડ અને બાંગ્લાદેશનું 27340 કરોડ હતું.

દેશ

બજેટ રૂપિયામાં

ભારત

3.05 લાખ કરોડ

અમેરિકા

51.21 લાખ કરોડ

ચીન

12.61 લાખ કરોડ

પાકિસ્તાન

53164 કરોડ

બાંગ્લાદેશ

27040 કરોડ


શિક્ષણ: અમેરિકાનું બેજેટ ભારતથી ચાર ગણુ વધારે, ચીન અમેરિકાથી પણ સાત ગણો વધારે ખર્ચ કરે છે
2019-20
માં આપણા દેશનું શિક્ષા બજેટ 94854 કરોડ હતું. જ્યારે અમેરિકાનું શિક્ષા બજેટ 64 અબજ ડોલર (4.56 લાખ કરોડ રૂપિયા) છે. એટલે કે અમેરિકાનું શિક્ષા બજેટ ભારતની સરખામણીમાં ચાર ગણું વધારે છે. ચીનના સરકારી આંકડા મુજબ ઓક્ટોબર 2019 સુધી તેણે શિક્ષણ પાછળ 29.58 લાખ કરોડનો ખર્ચ કર્યો છે.

દેશ

શિક્ષણ પાછળ ખર્ચ રૂપિયામાં

ભારત

94 854 કરોડ

અમેરિકા

4.56 લાખ કરોડ

ચીન

29.58 લાખ કરોડ

પાકિસ્તાન

3 564 કરોડ

બાંગ્લાદેશ

3 564 કરોડ


હેલ્થ: અમેરિકાનું બજેટ 88 લાખ કરોડ રૂપિયા, ભારત 65 હજાર કરોડ

ગત બજેટમાં સરકારે હેલ્થ માટે 64999 કરોડ ફાળવ્યા હતા. ભારતની વસ્તી 131 કરોડ છે. હેલ્થ બજેટમાં વ્યક્તિદીઠ ખર્ચ કાઢીએ તો ભારતમાં દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય પાછળ રૂ. 500થી પણ ઓછી ખર્ચ કરાય છે. અમેરિકાનું હેલ્થ બજેટ 88.66 લાખ કરોડ રૂપિયા (1248.8 અબજ યુઆન) છે.

દેશ

હેલ્થ પાછળ ખર્ચ રૂપિયામાં

ભારત

64999 કરોડ

અમેરિકા

88.66 લાખ કરોડ

ચીન

1.46 લાખ કરોડ

પાકિસ્તાન

510 કરોડ

બાંગ્લાદેશ

4866 કરોડ

 

 

adv

Related News

post
post
post
post
post
post
post