• Home
  • News
  • કેનેડાએ પ્રાઉડ બોયને આંતકવાદી સંસ્થા તરીકે જાહેર કરી, કહ્યું- દેશની સુરક્ષા માટે જોખમ
post

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુુડોએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવાના ભાગરૂપે આ પગલુ લીધું છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-05 10:44:07

કેનેડાએ પ્રાઉડ બોયસ સહિતની 13 જેટલી સંસ્થાઓને આંતકવાદી સંસ્થા તરીકે જાહેર કરી છે. કેનેડાએ આ સંસ્થાને દેશની સુરક્ષા માટે ખતરાજનક ગણાવી છે. અમેરિકાના વોશિંગ્ટનમાં ગત 6 જાન્યુઆરીએ થયેલા હુમલામાં આ સંસ્થાની મહત્વની ભૂમિકા હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં એક પોલીસ અધિકારી સહિત 5 લોકાના મોત થયા હતા.

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુુડોએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવાના ભાગરૂપે આ પગલુ લીધું છે. જોકે કેનેડામાં અગાઉ પ્રાઉડ બોય દ્વારા ક્યારેય કોઈ હુમલો કરવામાં આવ્યો નથી. કેનેડાએ પ્રાઉડ બોયને આંતકવાદી સંસ્થા તરીકે જાહેર કરતા પ્રાઉડ બોયની સંપતિને બેન્ક તથા અન્ય ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટયુશન જપ્ત કરી શકશે. આ સિવાય જો કોઈ પણ કેનેડિયન નાગરિક આ આંતકવાદી સંસ્થાનો કોઈ વ્યવહાર કરતો ઝડપાશે તો તેને ક્રિમિનલ પ્રવૃતિ ગણવામાં આવશે. આ સિવાય આ સંસ્થા સાથે કોઈ પણ વ્યક્તિનું જોડાણ હોવાનું જાળવા મળશે તો તેને કેનેડામાં પ્રવેશવા દેવામાં આવશે નહિ.

ગત 30 જાન્યુઆરીના રોજ યુએસ ફેડરલ ઓથોરિટીઝે 6 જાન્યુઆરીના રોજ યુએસ કેપિટલ બિલ્ડિંગ ખાતે થયેલી હિંસક ઘટનામાં પ્રાઉડ બોયસના બે સભ્યોની હિંસા ભડકાવવા બદલ ધરપકડ કરી હતી. બંને સભ્યોની વિરુદ્ધ ષડયંત્ર અને હિંસા ભડકાવવાનો ગુનો નોંધી ધપકડ કરાઈ હતી. ડોમેનિક પિઝોલા(43) અને વિલિયમ પેપે(31)ની વિરુદ્ધ વિવિધ ગુનાઓ તોહમતનામામાં નોંધવામાં આવ્યા છે.

કેનેડાની સરકાર દ્વારા પ્રાઉડ બોયને આંતકવાદી સંસ્થા તરીકે જાહેર કરવા બાબતે કેનેડાના સાંસદ જગમીત સિંહે કહ્યું હતું કે પ્રાઉડ બોયને આંતકવાદી સંસ્થા તરીકે જાહેર કરાઈ તે ખરેખર એક વિજય સમાન છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post