• Home
  • News
  • કેનેડાના વડાપ્રધાન ટ્રૂડોની પત્ની સંક્રમિત, પીએમ પણ આઈસોલેશનમાં રહેશે; દુનિયામાં મોતનો આંકડો પાંચ હજારની આસપાસ
post

સોફી ગ્રેગોર ટ્રૂડો મંગળવારથી બિમાર હતી, ગુરુવારે મોડી રાતે કોરોના વાઈરસથી સંક્રમિત થવાની પુષ્ટી થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-13 11:37:39

ઓટ્ટાવા: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રૂડોની પત્ની સોફી કોરોના વાઈરસથી સંક્રમિત છે. કેનેડાના સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદન આપી આ અંગેની પુષ્ટી કરી છે. સોફી સાથે હવે જસ્ટિસ પણ આઈસોલેશનમાં રહેશે તેઓ ઘરેથી જ સરકારી કામકાજ સંભાળશે. સોફી મંગળવારે જ લંડનથી પાછા આવ્યા હતા. ત્યારબાદથી જ તેઓ બિમાર હતા. ગુરુવારે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજી બાજુ દુનિયાભરમાં કોરોના વાઈરસથી મરનારાઓનો આંકડો 4973 થઈ ગયો છે. કુલ 1,34,679 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે.

સોફીની હાલત હવે સારી છે
કેનેડા સરકારે કહ્યું કે, ‘સોફીની સ્થિતિ હવે પહેલા કરતા સારી છે. તેમને સાવધાની રાખવા માટે કહેવાયું છે. ડોક્ટર તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છેવડાપ્રધાન કાર્યાલયે પણ એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું, ‘વડાપ્રધાન સ્વસ્થ છે. તેમાં કોઈ પ્રકારની બિમારીના લક્ષણ જોવા મળી રહ્યા નથી. ડોક્ટરોએ તેમણે 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી છેગુરુવારે કેનેડામાં 35 નવા કેસની પુષ્ટી થવાથી કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને હવે 138 થઈ ગઈ છે.

સ્પેનના મંત્રી કોરોના વાઈરસથી સંક્રમિત
સ્પેનના મંત્રી ઈરેન મોંટેરો પણ કોરોનાના સંકજામાં આવી ગયા છે. સરકારે ગુરુવારે જણાવ્યું કે, ઈક્વેલિટી મિનિસ્ટર મોંટેરો કોરોના વાઈરસ સંક્રમણની તપાસમાં પોઝિટિવ મળી આવ્યા હતા. મોંટેરોને તેમને એક સાથી, ઉપપ્રધાનમંત્રી કાર્મેન કાલ્વો અને પોડમસ પાર્ટીના નેતા પૈબલો ઈગ્લેસિયાસ સાથે ક્વારૈંટાઈનમાં રાખવામાં આવ્યા છે. ત્યારબાદ સરકારના તમામ મંત્રીઓને કોરોના વાઈરસની તપાસ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. અત્યાર સુધી સ્પેનમાં 2,200 લોકોમાં કોરોના વાઈરસ સંક્રમણ થવાની પુષ્ટી કરવામાં આવી છે અને 55 લોકોનું મોત થયા છે.

ઈટલીમાં મૃતકોની સંખ્યા એક હજારને પાર
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ઈટલીમાં કોરોના વાઈરસથી મૃતકોનો આંકડો શુક્રવારે 1,016 થઈ ગયો છે. અત્યાર સુધી કુલ 15,113 લોકો સંક્રમિત થયા છે. ચીન બાદ કોરોના વાઈરસની સૌથી વધારે અસર ઈટલી અને ઈરાનમાં જ જોવા મળી છે. ઈટલીમાં સારવાર બાદ 1,258 લોકો સ્વસ્થ પણ થયા છે. સાથે જ દુનિયાભરમાં કોરોના વાઈરસથી મરનારા લોકોનો આંકડો 4973 થઈ ગયો છે. કુલ 1,34,679 કેસ અત્યાર સુધી સામે આવ્યા છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post