• Home
  • News
  • કેનેડાએ 5 મહિના પછી ભારતથી સીધી ફ્લાઇટ્સની અવરજવર ફરી શરૂ કરી
post

હવે થર્ડ કન્ટ્રી ટ્રાન્ઝિટ ઓપ્શનની આવશ્યકતા નહીં રહે

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-21 11:01:11

આખરે પાંચ મહિના પછી ભારત અને કેનેડા વચ્ચે ડાઇરેક્ટ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થઈ છે. કેનેડાએ નવા પ્રોટોકોલ સાથે દિલ્હી-ટોરોન્ટો નોનસ્ટોપ ફ્લાઈટ્સ ફરી શરૂ કરી દીધી છે, જેમાં WHO દ્વારા અપ્રૂવ્ડ રસી પ્રાપ્ત મુસાફરોએ આરટી-પીસીઆર અથવા રેપિડ પીસીઆર ટેસ્ટ પેસેન્જરે કોવિડ-19 ટેસ્ટિંગ સેન્ટર અને દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3ની લોન્જથી પોતાની ફ્લાઈટ્સમાં બેસતી વખતે કરાવવાનો રહેશે.

એર કેનેડાએ પોતાની સાઈટ પર ટેસ્ટિંગ રિક્વાયરમેન્ટ્સ ફોર ફ્લાઈટ્સ ફ્રોમ ઈન્ડિયાઅંતર્ગત લખ્યું છે, “એર કેનેડા માટે આ સ્પેસિફિક ટેસ્ટ્સમાંથી કોઈ ટેસ્ટ જ સ્વીકાર્ય ગણાશે, ભારતમાંના કોઈ ક્લિનિકમાં કરાવેલા ટેસ્ટ, જો તમે અન્ય કોઈ શહેરથી કનેક્ટ થઈ રહ્યા હો તો પણ માન્ય ગણાશે નહીં. તેમ કેનેડા જવાની શિડ્યૂલ્ડ ડિપાર્ચર ફ્લાઈટ અગાઉ 14થી 180 દિવસની વચ્ચે પ્રમાણિત પોઝિટિવ પીસીઆર ટેસ્ટ રિઝલ્ટ પુરાવા તરીકે તમે મુસાફરી કરવાને યોગ્ય બની શકો છો.

ત્રીજા દેશમાંથી નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટની આવશ્યક્તા હવે સમાપ્ત કરવામાં આવી છે. સીધી ફ્લાઈટ્સની સેવા ફરી શરૂ થવાની સાથે પ્રથમ ફ્લાઈટ AC 42 (ટોરોન્ટો-દિલ્હી) સોમવારે રાત્રે 9 વાગ્યા આસપાસ ગંતવ્યસ્થાને લેન્ડ થશે. એર ઈન્ડિયા દિલ્હી-વાનકુવર અને દિલ્હી-ટોરોન્ટો નોનસ્ટોપ ફ્લાઈટ્સ ટૂંક સમયમાં જ શરૂ કરશે.

એર કેનેડાએ ટ્રાવેલ પાર્ટનર્સને કહ્યું છે, “આ ઉપરાંત હવાઈ મુસાફરી માટે નીચે મુજબની નવી આવશ્યકતાઓ યથાવત્ રહેશેઃ તમામ મુસાફરોએ રસીના બે ડોઝ લીધા હોવા જોઈએ. કેનેડા દ્વારા માત્ર નીચે પ્રમાણેની રસીઓને જ માન્યતા આપવામાં આવી છેઃ જોનસન/મોડર્ના/ફાઈઝર/કોવિશીલ્ડ. મુસાફરી અગાઉ https://www.arrivecan-online.com/ પર અપલોડ કરી દેવાના રહેશે. વધુ માહિતી અને અપડેટ્સ માટે કેનેડા સરકારની વેબસાઈટ www.canada.caની મુલાકાત લો.

કેનેડાએ ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર વધ્યા પછી 23 એપ્રિલ, 2021થી ભારતથી તમામ કમર્શિયલ અને પ્રાઈવેટ પેસેન્જર ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દીધી હતી અને ત્યારથી ભારતથી કેનેડા જવા ઈચ્છતા લોકોએ અન્ય દેશમાં થઈને કેનેડા પહોંચવું પડતું હતું, જેમાં મુસાફરોએ ટેક ઓફ કરતાં પહેલાં ટ્રાન્ઝિટ દેશમાંથી કોવિડનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ મેળવવો આવશ્યક હતું.

ભારત માટે ટ્રાવેલ રિક્વાયર્મેન્ટ બદલાઈ
હવે જ્યારે એર કેનેડાએ નવી ટ્રાવેલ રિક્વાયર્મેન્ટ રજૂ કરી છે એમાં ભારતથી કેનેડા આવવામાં ત્રીજા દેશના ટ્રાન્ઝિટ ઓપ્શનની આવશ્યકતા રહેશે નહીં. એર કેનેડાની સાઈટ પર લખ્યું છે, “કૃપયા, નોંધ લેશો કે એર કેનેડા માટેની ભારતથી કેનેડા આવતી ફ્લાઈટમાં બેસતી વખતની રિક્વાયર્મેન્ટ્સ બદલવામાં આવી છે. હવે આરટી-પીસીઆર ટેસ્ટને કોવિડ-19 ટેસ્ટ્સ તરીકે સ્વીકાર્ય ગણવામાં આવશે...

જેમાં આગળ લખ્યું છે, “દિલ્હીથી આવતી ફ્લાઈટ્સમાં આવનારા પેસેન્જર્સે મુસાફરી શરૂ કરતાં પહેલાં જ તેમના આરટી-પીસીઆર ટેસ્ટ બુક કરાવી લેવાના રહેશે. મુસાફરો સમયસર તેમના ટેસ્ટ રિપોર્ટ્સ સમયસર મેળવી લે એ માટે અમે ભલામણ કરીએ છીએ કે ફ્લાઈટ ઊપડે એના છ કલાકથી મોડું નહીં એ રીતે અગાઉથી જ અપોઈન્ટમેન્ટ બુક કરાવી લેવાની રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post