• Home
  • News
  • કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022:રશિયાના વિરોધમાં મહિલાઓએ સ્મોક ગ્રેનેડ ફેંક્યા, બે દિવસ પહેલાં યુક્રેનના સપોર્ટમાં ન્યૂડ દેખાવો કર્યો હતો
post

શુક્રવાર, 20 મેના રોજ કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન એક મહિલાએ યુક્રેનના સમર્થનમાં ન્યૂડ દેખાવો કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-23 18:24:40

75મા કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર રવિવાર, 22 મેના રોજ મહિલાઓએ યુક્રેનના સપોર્ટમાં પ્રદર્શન કર્યું હતું. રશિયન સૈનિકનો વિરોધ કરતાં સ્મોક ગ્રેન્ડ એટલે કે ધુમાડાના ગોળા ફેંક્યા હતા. આ કારણે રેડ કાર્પેટ ઇવેન્ટ થોડીક મિનિટ માટે બંધ કરવી પડી હતી. આ પહેલાં એક મહિલાએ ન્યૂડ થઈને યુક્રેનનો સપોર્ટ કર્યો હતો.

22 મેના રોજ રેડ કાર્પેટ ઇવેન્ટમાં મહિલાઓનું એક ગ્રુપ કાળા કપડાં પહેરીને આવ્યું હતું અને યુક્રેનના સપોર્ટમાં બેનર બતાવ્યા હતા. ત્યારબાદ રેડ કાર્પેટ પર કંઈક ફેંકવામાં આવ્યું હતું અને પછી ધુમાડો ફેલાઈ ગયો હતો. બેનર પર 'એ વુમન' સંબોધન સાથે મહિલાઓના નામની એક લાંબી યાદી બનાવવામાં આવી હતી

'હોલી સ્પાઇડર' ફિલ્મ દરમિયાન ઘટના બની
'
ડેડલાઇન'ના અહેવાલ પ્રમાણે, આ ઘટના 'હોલી સ્પાઇડર' ફિલ્મના પ્રીમિયર પ્રસંગે બની હતી આ ફિલ્મ ઈરાનની ફેમિનિસ્ટ થ્રિલર છે. ફિલ્મમાં એક એવી મહિલાની વાત કરવામાં આવી છે, જે વેશ્યાઓને મારનાર પુરુષને ટ્રેક કરીને તેને પકડે છે.

બે દિવસ પહેલાં મહિલાનો ન્યૂડ દેખાવો
શુક્રવાર, 20 મેના રોજ કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન એક મહિલાએ યુક્રેનના સમર્થનમાં ન્યૂડ દેખાવો કર્યો હતો. આ મહિલાએ પોતાના શરીર પર પેઇન્ટથી બ્લૂ તથા યલો રંગનો યુક્રેનનો ધ્વજ બનાવ્યો હતો. આ ધ્વજની ઉપર બ્લેક રંગથી મેસેજ લખવામાં આવ્યો હતો કે 'સ્ટોપ રેપિંગ અસ.' આ ઉપરાંત મહિલાએ પગમાં બ્લડ રેડ રંગ લગાવ્યો હતો.

મહિલા યુક્રેનમાં રેપ વિરુદ્ધ ન્યૂડ થઈ હતી
આ મહિલાએ યુક્રેનમાં રશિયન સૈનિકો મહિલાઓ પર રેપ કરતાં હોવાની વાત કહીને આ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. આથી તેણે રેડ કાર્પેટ પર 'સ્ટોપ રેપિંગ અસ' ના નારા લગાવ્યા હતા. જોકે, ગાર્ડ્સે કપડાંથી મહિલાનું શરીર ઢાંકીને રેડ કાર્પેટ ઇવેન્ટમાંથી હટાવી લીધી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post