• Home
  • News
  • 24 પરમાણુ બોમ્બ લઈ જવામાં સક્ષમ, ઈરાક અને સિરિયા પર હુમલો કરનાર અમેરિકન બી-1બી બોમ્બરની આવી છે ખાસિયતો
post

તે 16800 કિલો હથિયારો સાથે નોન સ્ટોપ 7400 કિલોમીટરની મુસાફરી કરી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-03 19:56:02

વોશિંગ્ટન: જગત જમાદાર તરીકે ઓળખાતા અમેરિકાએ આખરે પોતાના આર્મી બેઝ પર હુમલો કરનારા જૂથો સામે બદલો લેવાની શરુઆત કરી દીધી છે.ઈરાક અને સિરિયામાં 85 ટાર્ગેટ પર અમેરિકાએ એર સ્ટ્રાઈક કરી છે અને જેમના પર હુમલા કરાયા છે તે જૂથો ઈરાન સમર્થિત હોવાનુ મનાય છે. રસપ્રદ વાત એ છે કે, એર સ્ટ્રાઈકમાં અમેરિકાએ પોતાના મહા વિનાશક બી-1બી બોમ્બર વિમાનનો ઉપયોગ કર્યો છે. આ વિમાન લાંબા અંતર સુધી મુસાફરી કરીને બોમ્બ વરસાવવા માટે જાણીતા છે. 

એવુ મનાય છે કે, આ એરસ્ટ્રાઈક કરવા માટે બી-1બી બોમ્બર વિમાનોએ અમેરિકાથી ઉડાન ભરી હતી અને ઈરાક તેમજ સિરિયા સુધી પહોંચ્યા હતા. વિમાનને રશિયા સાથે ચાલી રહેલા કોલ્ડ વોર સમયે વાયુસેનામાં સામેલ કરાયુ હતુ.

બી-1બી બોમ્બર જમીનથી બહુ નજીક રહીને પણ ઉડી શકે છે અને કોઈ પણ રડાર ગાઈડેડ ડિફેન્સ સિસ્ટમને ચકમો આપવા માટે સક્ષમ છે. તેના બે વર્ઝન બન્યા છે. અગાઉનુ બી-1 એ પ્રકારનુ વિમાન 1974માં પહેલી વખત ઉડ્યુ હતુ. અવાજ કરતા બે ગણી ઝડપે ઉડવા માટે તેમજ પરમાણુ બોમ્બ તથા મિસાઈલ લોન્ચ કરવા માટે આ વિમાનને ડિઝાઈન કરવામાં આવ્યુ છે.

એ પછીના વર્ઝન બી-1બી બોમ્બરની એરફ્રેમમાં બદલાવ કરાયો છે અને તેના કારણે તેની ઝડપ ઓછી થઈ ચુકી છે પણ રડારને ચકમો આપવાની તેની ક્ષમતા વધી ગઈ છે. આ વિમાન 44.8 મીટર લાંબુ છે.તેની પાંખોની લંબાઈ 42 મીટર છે. ચાર ટર્બોફેન એન્જિન તેને હવામાં ઉડવા માટે શક્તિ આપી છે. તે 40000 ફૂટની ઉંચાઈ પર અવાજ કરતા વધારે ઝડપથી આગળ વધી શકે છે. જોકે તેની સામાન્ય ઉંચાઈ પરની ઝડપ અવાજ કરતા ઓછી છે. બી-1બી બોમ્બર આઠ ક્રુઝ મિસાઈલ અને 24 પરમાણુ બોમ્બ લઈ જવા માટે સક્ષમ છે.

તે 16800 કિલો હથિયારો સાથે નોન સ્ટોપ 7400 કિલોમીટરની મુસાફરી કરી શકે છે.

ઈરાક અને સિરિયા પર હુમલા બાદ અમેરિકન એરફોર્સે કહ્યુ હતુ કે, આ વિમાનોએ અમેરિકાથી ઉડાન ભરી હતી અને ઈરાક તેમજ સિરિયામાં લક્ષ્યાંક પર બોમ્બ વરસાવ્યા હતા. આ હુમલામાં આમ જનતાને નુકસાન ના પહોંચે તેનુ ધ્યાન રખાયુ હતુ.

adv

Related News

post
post
post
post
post
post
post