• Home
  • News
  • બ્રિટનમાં કોરોનાની વચ્ચે બાળકોના હૃદયમાં સોજો અને પેટમાં દુખાવાના કેસોમાં વધારો થયો, નેશનલ હેલ્થ સર્વિસે ઈમર્જન્સી અલર્ટ જાહેર કર્યું
post

ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, ICUમાં દાખલ બાળકોમાં હાર્ટ સોજો, પેટમાં દુખાવો, ઊલટી અને ડાયેરિયાના લક્ષણો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 11:15:12

બ્રિટનની સૌથી મોટી સ્વાસ્થ્ય સંસ્થા નેશનલ હેલ્થ સર્વિસએ કોરોના સંક્રમણની વચ્ચે બાળકો માટે ઈમર્જન્સી અલર્ટ જાહેર કર્યું છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ICU (ઈન્સેન્ટિવ કેર યુનિટ)માં એવા ઘણા બાળકો છે કે, જેમને હૃદયમાં સોજો, પેટમાં દુખાવો, ઊલટી અને ડાયેરિયાના લક્ષણો છે. તેને ઇનફ્લેમેટરી સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આ લક્ષણોનો સીધો સંબંધ કોરોનાવાઈરસની સાથે હોઈ શકે છે. છેલ્લા ત્રણ સપ્તાહમાં તમામ વય જૂથોના બાળકોમાં આવા કેસોમાં વધારો થયો છે અને પરિસ્થિતિ ગંભીર હોવાને કારણે ICUમાં દાખલ કરવા પડ્યા છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, આવા લક્ષણોવાળા કેટલાક બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તો કેટલાક બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

કાવાસાકી ડિસીઝ સાથે સરખામણી કરવામાં આવી રહી છે
ડોકટરો આ સ્થિતિને સમજી શકતા નથી અને તેની સરખામણી શોક સિન્ડ્રોમ અને કાવાસાકી ડિસીઝથી કરી રહ્યા છે. જેમાં શરીરના આંતરિક ભાગોમાં સોજો આવે છે, તાવની સાથે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. લગભગ આવા જ લક્ષણો કોવિડ-19ના પણ છે. જો કે, નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, અમે હજી સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી અને તેની આ પાછળ કોઈ અન્ય કારણ હોઈ શકે છે. 


પેટમાં દુખાવો થવો એક પ્રકારની ઈમર્જન્સી
કેટલા બાળકો આ ઇનફ્લેમેટરી સિન્ડ્રોમથી પીડિત છે અથવા કેટલાના મૃત્યુ થયા છે, તે હજી સુધી સ્પષ્ટ નથી થયું. પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર સોસાયટીના એક ટ્વીટ અનુસાર, બાળકોમાં મળતા આવતા લક્ષણો જોવા મળી રહ્યા છે. શોક સિંડ્રોમ, કાવાસાકી ડિસીઝ અને કોવિડ-19 ત્રણેયના ગંભીર લક્ષણો બાળકોમાં એક સાથે જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બાળકોના પેટમાં દુખાવો થવો તે એક પ્રકારની ઈમર્જન્સી છે. 


3
સપ્તાહ પહેલાં આવા કેસો સામે આવવાનું શરૂ થયુ
નેશનલ હેલ્થ સર્વિસના સર્ક્યુલરના અનુસાર, ઇનફ્લેમેટરી સિન્ડ્રોમના કેસ છેલ્લા 3 સપ્તાહમાં જોવા મળી રહ્યા છે. તેનું કારણ છે બીમારી ધીમે રહીને સામે આવી રહી છે અથવા દુર્લભ હોઈ શકે છે, કેમ કે જ્યારે આ બીમારી સામે આવી ત્યારે કોરોના મહામારી ચરમસીમા પર છે. તેના કેસો ઝડપથી સામે આવવા લાગ્યા છે. બ્રિટેનના બાળ રોગ નિષ્ણાત ડો. એલિઝાબેથ વિટેકરના જણાવ્યા પ્રમાણે, આવા કેસ અન્ય દેશો ઈટાલી અને સ્પેનમાં પણ જોવા મળ્યા હતા. 

શું છે કાવાસાકી ડિસીઝ
તે રક્તવાહિનીઓ સાથે જોડાયેલી બીમારી છે. જેમાં રક્તવાહિનીઓની દીવાલ પર સોજો આવી છે. તેના મોટાભાગના કેસો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળ્યા છે. આ સોજો હૃદય સુધી લોહી પહોંચાડનારી ધમનીઓને નબળી બનાવી શકે છે. જો સ્થિતિ નાજુક હોય તો હાર્ટ એટેક અથવા હાર્ટ ફેઇલર પણ થઈ શકે છે. તાવ આવવો, સ્કિન પર ફોલ્લીઓ થવી, હાથમાં સોજો આવવો, આંખોના સફેદ ભાગોમાં લાલાશ અને ગળામાં સોજો જેવા લક્ષણો છે. 

અલગ અલગ સંસ્થાઓએ જણાવ્યા લક્ષણ
નેશનલ હેલ્થ સર્વિસે અત્યાર સુધી વધતા તાપમાન, ઉધરસ જેવા લક્ષણોને કોવિડ-19ના લક્ષણો તરીકે ગણાવ્યા છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, ડાયેરિયા, પેટમાં દુખાવો પણ કોરોના સંક્રમણના લક્ષણો છે. તો બીજી તરફ અમેરિકાના અધિકારીનો જણાવ્યા પ્રમાણે, ગંધ અથવા સ્વાદ ન અનુભવવો પણ કોરોના સંક્રમણના લક્ષણો છે. 

નવા કેસોને ઝડપથી સમજવાની જરૂર છે
ડો. એલિઝાબેથ વિટેકરના જણાવ્યા પ્રમાણે, આવા કેસોની સંખ્યા ઓછી છે પરંતુ તેને અવગણી શકાય નહીં.પીડિયાટ્રિક ઈમર્જન્સી રિસર્ચના ચેરમેન ડો. રોલેન્ડના જણાવ્યા પ્રમાણે, પેટના દુખાવાથી પીડિત દરેક બાળકને આ બીમારીનું જોખમ રહેલું છે. તેથી તેને જલ્દી સમજવાની જરૂર છે કેમ કે, અત્યાર સુધી મળેલા પુરાવાઓ તેનાથી મેચ નથી થઈ રહ્યા. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post