• Home
  • News
  • CBSE ધોરણ 10 અને ધોરણ 12ની બાકી પરીક્ષા રદ કરવા વિચારે: સુપ્રીમકોર્ટ
post

આંતરિક મૂલ્યાંકનના આધારે પરિણામ જાહેર કરવા સૂચન

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-18 11:53:14

નવી દિલ્હી: સુપ્રીમકોર્ટે સીબીએસઈને કહ્યું છે કે તે 10-12 ધોરણની બાકી પરીક્ષાઓ રદ કરવા અને આંતરિક મૂલ્યાંકનના આધારે પરિણામો જાહેર કરવા અંગે વિચારણા કરશે. જસ્ટિસ એ.એમ.ખાનવિલકરના નેતૃત્વ હેઠળની 3 સભ્યોની બેન્ચે બુધવારે વાલીઓના એક જૂથની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સીબીએસઈની બાકી પરીક્ષાઓને રદ કરવાની માગ કરવામાં આવી હતી. સીબીએસઈએ કહ્યું કે તે સ્થિતિને ધ્યાનમાં રાખીને જ  દિશાનિર્દેશ આપશે.

અરજદારોનો તર્ક : જુલાઈમાં મહામારી ટોચ પર હશે, એવામાં જોખમ ન લેવાય

·         અરજદારોનો તર્ક છે કે એઈમ્સ મુજબ કોરોના મહામારી જુલાઈમાં ટોચ પર હશે એટલા માટે પરીક્ષાઓ રદ કરવી જોઈએ. 

·         ICSE સ્ટુડન્ટ્સને વિકલ્પ- પેપર આપશો કે પ્રી-બોર્ડના માર્ક્સના આધારે પ્રમોશન જોઈએ?

·         ICSEએ પરીક્ષાર્થીઓને પૂછ્યું છે કે તે બે જુલાઈથી શરૂ થનાર બોર્ડની પરીક્ષામાં સામેલ થશે કે પ્રી-બોર્ડ અથવા ઈન્ટરનલ એસેસમેન્ટના આધારે પ્રમોશન ઈચ્છે છે. તેમણે પોતાનો વિકલ્પ નક્કી ફોર્મેટને ભરીને 18 જૂન સુધી સ્કૂલને મોકલી આપવાનો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post