• Home
  • News
  • CDS જનરલ બિપિન રાવતનો સેનાધ્યક્ષોને પત્ર, સૈન્ય નિર્માણમાં ભ્રષ્ટાચારના આરોપોથી શરમ અનુભવું છું
post

રાવતે કહ્યું કે CVCએ જવાનોના ક્વાર્ટસની દુર્દશાના ઊભા કરેલા સવાલોના જવાબ મારી પાસે નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-15 12:20:50

સેનામાં નિર્માણ પ્રોજેક્ટસમાં ભ્રષ્ટાચાર અંગે ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ જનરલ બિપિન રાવતે ત્રણેય સૈન્ય પ્રમુખોને પત્ર લખ્યો હતો. આ પ્રથમ વખત છે જ્યારે ત્રણેય સેનાઓ સંબંધિત કોઈ મામલે સીડીએસએ આ રીતે પ્રતિક્રિયા આપી છે. તેમણે પત્રમાં સેન્ટ્રલ વિઝિલન્સ કમિશનર(સીવીસી)નો હવાલો આપતાં કહ્યું કે સીવીસીએ જવાનો માટે બનાવાઈ રહેલા ક્વાર્ટ્સની દુર્દશા અંગે જે સવાલો ઊભા કર્યા હતા તેનાથી હું શરમ અનુભવું છું, કેમ કે મારી પાસે તેનો કોઈ જવાબ નથી. તેમણે ત્રણેય સેનાપ્રમુખોને આકરા શબ્દોમાં કહ્યું હતું કે આ મામલાઓની તપાસ કરાવો અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરો. જનરલ રાવતે 17 સપ્ટેમ્બરના આ પત્રમાં મેરિડ એકોમોડેશન પ્રોજેક્ટના અનેક કેસોનો ઉલ્લેખ કર્યો છે.

પત્ર મુજબ સીવીસીએ મેરઠના એક પ્રોજેક્ટ અંગે સવાલો ઊભા કર્યા હતા પણ જનરલ રાવતે દેશભરમાં ચાલી રહેલા મેરિડ એકોમોડેશન પ્રોજેક્ટ્સ અંગે તેમની ચિંતાઓ વ્યક્ત કરી હતી. તેમણે દિલ્હીમાં સલારિયા એન્ક્લેવનો ઉલ્લેખ કર્યો જેના ફ્લેટ ત્રણેય સેનાઓ માટે છે. જનરલ રાવતે કહ્યું કે સૈન્ય અધિકારી આ ક્વાર્ટ્સને સીરિયાઈ બેટલ ગ્રાઉન્ડના દૃશ્ય તરીકે રજૂ કરે છે. આ પરિસર રહેવા લાયક જ નથી. તેમણે કોલકાતામાં બનાવેલી આ પ્રકારની અન્ય બે ઈમારતોનો પણ ઉલ્લેખ કર્યો હતો જે વાંકી થઈ ગઈ છે અને રહેવા માટે અત્યંત ઘાતક છે.

આ મામલે ભાસ્કરે સેનાના સત્તાવાર પ્રવક્તા કર્નલ અમન આનંદને સવાલ કર્યો હતો. પ્રવક્તાએ કહ્યું કે સેનામાં એક પારદર્શક તંત્ર છે અને કોઈ પણ ગેરરીતિના મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે છે.

રાજસ્થાનમાં 125 કરોડના ઓર્ડિનન્સ સ્ટોરેજ હાઉસને પાડી દેવા આદેશ
સેનાના દક્ષિણ પશ્ચિમ કમાન હેઠળ રાજસ્થાનમાં 125 કરોડ રૂપિયાના ખર્ચે એક ઓર્ડિનન્સ સ્ટોરેજ હાઉસ બનાવવાની યોજનામાં ભ્રષ્ટાચારના આરોપો બાદ તેને પાડી દેવાના આદેશનો પણ પત્રમાં હવાલો અપાયો છે. ગત મહિનાના પ્રથમ અઠવાડિયે નિષ્પક્ષ સરકારી એજન્સીની તપાસમાં આ યોજનામાં ભ્રષ્ટાચારમાં અનેક સૈન્ય અને અસૈન્ય અધિકારીઓને દોષિત ઠેરવાયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post