• Home
  • News
  • કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું ભારત 5G-ઈન્ટિગ્રેટેડ પોર્ટલ, ટેલિકોમ સેક્રેટરીએ કહ્યું- હવે 6Gની તૈયારી
post

ભારતમાં આજે એક લાખ સ્ટાર્ટઅપ્સ છે અને વિશ્વ માટે ભારતને સમર્થન આપવાની આ એક મોટી તક: નીરજ મિત્તલ

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-31 18:56:01

નવી દિલ્હી: ભારતે સૌથી ઝડપી 5G રોલઆઉટમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરવાની સાથે હવે તેણે હવે આગામી ટેલિકોમ ટેક્નોલોજી પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. સરકારે 6G ઈકોસિસ્ટમ ડેવલપમેન્ટ પર પણ કામ શરૂ કરી દીધુ છે.

ટેલિકોમ સેક્રેટરી નીરજ મિત્તલે મંગળવારે 'ભારત 5G પોર્ટલ-ઈન્ટિગ્રેટેડ પોર્ટલ' લોન્ચ કર્યું હતું. તે તમામ ક્વોન્ટમ, આઈપીઆર, 5જી અને 6જી માટે વન સ્ટોપ સોલ્યુશન તરીકે કામ કરશે. પોર્ટલ લોન્ચ કર્યા બાદ મિત્તલે કહ્યું કે ભારતનું રોલઆઉટ વિશ્વમાં સૌથી ઝડપી છે અને અમે પહેલાથી જ 6G વિશે વાત કરી રહ્યા છીએ.

ભારત વિશ્વનું સૌથી મોટું ટેલિકોમ નેટવર્ક

ભારતમાં વિશ્વનું સૌથી મોટું ટેલિકોમ નેટવર્ક છે. અને અમે સૌથી ઓછા સમયમાં સ્વદેશી 4G/5G ટેક્નોલોજીના વિકાસથી તમામને આશ્ચર્યચકિત કરી દીધા છે. ભારતમાં આજે એક લાખ સ્ટાર્ટઅપ્સ છે અને વિશ્વ માટે ભારતને સમર્થન આપવાની આ એક મોટી તક છે. વિશ્વએ એ અનુભવ કર્યો છે કે ભારત એક વિશ્વસનિય ભાગીદાર છે અને દરેક જણ હવે ભારતને સહકાર આપવા માંગે છે. પછી ભલે તે 5G કે પછી 6G ટેક્નોલોજી પર હોય.

ટેલિકોમ સેક્રેટરી નીરજ મિત્તલે જણાવ્યું કે, સરકાર ટેલિકોમ સેક્ટરમાં સ્ટાર્ટઅપ્સ માટે પણ રોકાણ સુવિધા આપી રહી છે. ભારત ટેલિકોમ કાર્યક્રમ દરમિયાન, 'બ્રિજિંગ ડ્રીમ્સ એન્ડ ફંડિંગઃ લિન્કિંગ વેન્ચર કેપિટલ/ઈન્વેસ્ટર્સને ભવિષ્ય સાથે જોડવું" નામના એક વિશેષ બેઠક સત્રનું ઉદ્ઘાટન ટેલિકોમ સેક્રેટરી મિત્તલ દ્વારા કરવામાં આવ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post