• Home
  • News
  • વિમાનથી કેમિકલનો છંટકાવ કરી જંગલોમાં લાગેલી આગથી 200 દુર્લભ વૃક્ષ બચાવ્યાં
post

ફાયરબ્રિગેડના કર્મીઓએ સાંકડી ખીણમાં સિંચાઈ પદ્ધતિ સ્થાપિત કરી જેથી વિસ્તારને ભીનો રાખી શકાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-17 10:44:16

સિડની: ઓસ્ટ્રેલિયાની ફાયરબ્રિગેડના નિષ્ણાતોની એક ટીમે જંગલોમાં લાગેલી આગથી વોલેમી પાઇન્સ(ચીડ)નાં 200 વૃક્ષોને બચાવી લીધાં છે. માહિતી અનુસાર વૃક્ષો ડાયનાસોરના યુગથી પણ પહેલાંના છે. સિડનીના ઉત્તર-પશ્ચિમે આવેલા વિશ્વ વારસામાં સામેલ બ્લૂ માઉન્ટેનની સાંકડી ખીણમાં વૃક્ષો હવે અલગથી દેખાઈ રહ્યાં છે. જંગલની આગમાં વિસ્તારનો મોટો હિસ્સો નષ્ટ થઈ ગયો છે. ગુરુવારે નેશનલ પાર્ક એન્ડ વાઈલ્ડ લાઈફ સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે તેના માટે વિશેષ અભિયાન ચલાવાયું.

ડિરેક્ટર ડેવિડ ક્રસ્ટ મુજબ ફાયરબ્રિગેડના કર્મીઓએ ડાયનાસોરથી જૂનાં વૃક્ષોને ભીના રાખવા માટે સિંચાઈ પદ્ધતિ સ્થાપી હતી. બે મહિના સુધી સતત ખીણમાં પાણીનો છંટકાવ કરાયો કેમ કે તેની આજુબાજુ આગ ફેલાઈ હતી. તે ઉપરાંત ફાયર ફાઈટર વિમાનોથી આગ ઓલવતા કેમિકલનો પણ છંટકાવ કરાઈ રહ્યો હતો. તેનાથી વૃક્ષો સુધી પહોંચતા પહેલાં આગની તીવ્રતા ઘટી ગઇ હતી. ન્યૂ સાઉથવેલ્સના પર્યાવરણમંત્રી મેટ કિઆન મુજબ વૃક્ષોની ચારે બાજુ સુરક્ષાત્મક રિંગ બનાવાઈ હતી. એક અભૂતપૂર્વ સંરક્ષણ અભિયાન હતું.


વૃક્ષો કેમ ખાસ છે... વોલેમી પાઇનનાં વૃક્ષો દુનિયામાં ફક્ત સિડનીમાં બચ્યાં છે. 1994 સુધી તેને વિલુપ્ત મનાતાં હતાં. પ્રજાતિ 20 કરોડ વર્ષથી પણ જૂની છે. ક્ષેત્રમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ છે.


બે મહિના સુધી અભિયાન ચલાવાયું
બ્લૂ માઉન્ટેન વિસ્તારોમાં વૃક્ષોને ભીનાં રાખવા માટે વિશેષ સિંચાઈ પ્રણાલી લગાવાઈ હતી. ગત અઠવાડિયે વિસ્તારમાં વરસાદ શરૂ થયા પછી કામ રોકાયું. હવે તો વિસ્તારનાં વૃક્ષો પર કૂપળો ફૂટવા લાગી છે. ડાયનાસોર વૃક્ષ જે વિસ્તારમાં હાજર છે ત્યાં પહોંચવું પણ સરળ નહોતું. સાંકડી ખીણમાં દોરડાની મદદથી ફાયરબ્રિગેડના કર્મીઓને ઉતારાયા હતા. બે મહિના સુધી ચાલેલું મિશન સફળ રહ્યું, ઓસ્ટ્રેલિયાએ વિશ્વ વારસાને બચાવી લીધો.

adv

Related News

post
post
post
post
post
post
post