• Home
  • News
  • છોટુ વસાવાએ ભરૂચ બેઠક પરના જંગને વધુ રોમાંચક બનાવ્યો, નાના પુત્ર દિલીપ વસાવાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
post

ભારત આદિવાસી પાર્ટીના બેનર નીચેના ઉમેદવાર ચૈતર વસાવાનું ગણિત બગાડી શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-09 18:23:37

નર્મદા: ભરૂચ લોકસભા બેઠક પર 'આપ'ના ચૈતર વસાવાએ ઉમેદવારી કરતા જ આ બેઠક ચર્ચામાં આવી છે. ભાજપના 6 ટર્મથી જીતતા મનસુખ વસાવા સામે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ચૈતર વસાવા મેદાનમાં છે. ત્યારે હવે અહીં ત્રિપાંખિયો જંગ સર્જાવાના એંધાણ છે. છોટુ વસાવાએ 'BAP'ના ઉમેદવાર તરીકે તેના નાના પુત્ર દિલીપ વસાવાને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે. ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લી ચાર ચૂંટણીની વાત કરીએ તો, ત્રણ વાર છોટુ વસાવા અને એક જેડી(યુ) તરફથી તેમના ઉમેદવાર ચૂંટણી લડ્યા છે પરંતુ, ક્યારેય જીત્યા નથી. જો કે, તેઓ અહીં હરીફ ઉમેદવારનું ગણિત જરૂર બગાડી શકે છે. આ વખતે ત્રણ દિગ્ગજ વસાવા વચ્ચેના જંગમાં કોણ કોના પર હાવી થશે તે જોવું મહત્ત્વનું બની રહેશે.

ભરૂચ બેઠક પર હવે ત્રિપાંખિયો જંગ
ઈન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ બેઠક પર AAPના ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે. તેની સામે ભાજપે સતત સાતમી વાર મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. આ બંને વસાવાની વચ્ચે હવે ત્રીજા વસાવાની એન્ટ્રી થઈ છે. ભારતીય આદિવાસી પાર્ટીના દિલીપ વસાવાએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દિલીપ વસાવા દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાના નાના પુત્ર છે. ત્યારે ભરૂચ બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

ત્રિપાંખિયા જંગમાં કોણ ફાવશે?
ભરૂચ લોકસભા બેઠક પર સતત 6 ટર્મથી જીતતા આવતા મનસુખ વસાવા ભાજપના ઉમેદવાર છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધન તરફથી AAPના ચૈતર વસાવા છે. તો આ વખતે છોટુ વસાવા નહીં પણ તેના નાના પુત્ર દિલીપ વસાવા BAP તરફથી ચૂંટણી લડશે. ભરૂચ લોકસભા બેઠક પરની છેલ્લી ચાર ચૂંટણીની વાત કરીએ તો, ત્રણ વાર છોટુ વસાવા ચૂંટણી લડ્યા છે અને એક વાર JD(U)તરફથી અનિલ કુમાર ભગત ચૂંટણી લડ્યા હતા. છેલ્લી ચાર ચૂંટણીમાં અહીં ભાજપના મનસુખ વસાવાની જ જીત થઈ છે. આ બેઠક પર કોંગ્રેસની સાથે છોટુ વસાવા પણ નોંધપાત્ર મત મેળવવામાં સફળ રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post