• Home
  • News
  • મોટા બાળકો પણ વયસ્કોની જેમ વાઈરસ ફેલાવી શકે છે, સ્કૂલોને ફરીથી ખોલવી જોખમથી ભરેલું રહેશે
post

દક્ષિણ કોરિયામાં 65 હજાર લોકો પર મોટો અભ્યાસ, બાળકો દ્વારા ચેપ ન ફેલાવાના જૂના રિસર્ચ પર સવાલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-20 10:28:03

વોશિંગ્ટન: સ્કૂલોને ફરીથી ખોલવા અંગે દુનિયાભરમાં ચાલી રહેલી જોરદાર ચર્ચા વચ્ચે સવાલ પુછવામાં આવે છે કે, બાળકો બીજા લોકોમાં કોરોના વાઈરસનો ચેપ ફેલાવી શકે કે નહીં. દક્ષિણ કોરિયામાં એક મોટો અભ્યાસ સવાલનો જવાબ રજૂ કરે છે. લગભગ 65 હજાર લોકો પરના અભ્યાસમાં જાણવા મળ્યું કે, 10 વર્ષથી નાની વયના બાળકો દ્વારા વયસ્કોની સરખામણીએ બીજાને ચેપ લગાવવાની સંભાવના ઓછી હોય છે, પરંતુ 10થી 19 વયજૂથના બાળકો યુવાન વયસ્કોની જેમ જ ચેપ ફેલાવી શકે છે. વિશેષજ્ઞોએ ચેતવણી ઉચ્ચારી છે કે, સ્કૂલોને ફરીથી ખોલવાથી તમામ વયજૂથનાં બાળકોમાં ચેપ ફેલાઈ શકે છે. 

મિમનેસોટા યુનિવર્સિટીમાં ચેપી બીમારીઓનાં વિશેષજ્ઞ માઈકેલ ઓસ્ટરહોમે જણાવ્યું કે, બાળકો દ્વારા બીમારી ફેલાઈ શકે છે. આપણે તેને ધ્યાનમાં રાખીને ભવિષ્યનું આયોજન કરવું જોઈએ. હાર્વર્ડ ગ્લોબલ હેલ્થ ઈન્સ્ટીટ્યુટના ડિરેક્ટર ડો. આશીષ ઝા કહે છે કે, યુરોપ અને એશિયાનાં અનેક અભ્યાસોમાં સંકેત મળ્યા છે કે, બાળકોનાં બીમાર પડવા અને તેમનાથી બીજામાં વાઈરસ ફેલાવાની સંભાવના ઓછી રહે છે. જોકે, આ પ્રકારના મોટાભાગના અભ્યાસ દોષપૂર્ણ અને નાના હતા. ડો. ઝા કહે છે કે, નવો અભ્યાસ ખૂબ સાવચેતીપૂર્વક કરાયો છે. તેમાં મોટી સંખ્યામાં લોકને સામેલ કરાયા છે. 

અન્ય વિશેષજ્ઞોએ પણ અભ્યાસના આકાર અને ગાઢ વિશ્લેષણની પ્રશંસા કરી છે. દક્ષિણ કોરિયાના શોધકર્તાઓએ 20 જાન્યુઆરીથી 27 માર્ચ વચ્ચે એ 5706 લોકોના ઘરની તપાસ કરી, જે સૌ પ્રથમ વખત કોવિડ-19થી સંક્રમિત થયા હતા. ત્યારે સ્કૂલો બંધ કરી દેવાઈ હતી. ત્યાર પછી એ લોકોના સંપર્કમાં આવેલા 59,073 લોકોની શોધ કરાઈ. તેમણે દરેક દર્દીના સંપર્કમાં આવેલા તમામ પરિવારોનું ટેસ્ટિંગ કર્યું. પરિવાર સિવાય સંપર્કમાં આવેલા માત્ર એ લોકોનો જ ટેસ્ટ કરાયો જેમના અંદર લક્ષણ દેખાતા હતા. બાળકોમાં વયસ્કોની સરખામણીએ લક્ષણ દેખાવાની સંભાવના ઓછી રહે છે, આથી અભ્યાસમાં પોતાના પરિવારમાં ચેપ ફેલાવનારા બાળકોનું ઓછું અનુમાન લગાવાયું. 

તેમ છતાં વિશેષજ્ઞોનું કહેવું છે કે, અભ્યાસની રીત સારી છે. હાર્વર્ડ ચાન પબ્લિક હેલ્થ કોલેજના ચેપી બીમારીઓનાં નિષ્ણાત બિલ હનાગે કહે છે કે, સ્ટડીમાં મોટી સંખ્યામાં લોકોને શોધાયા છે. અન્ય અભ્યાસોનું કહેવું છે કે, 10 વર્ષથી નાની વયના બાળકો દ્વારા બીજા લોકોમાં વાઈરસ ફેલાવાની સંભાવના વયસ્કોની સરખામણીએ અડધી રહે છે. જેનું કારણ બાળકો ઓછી હવા ખેંચે છે. 

તેઓ જમીનની નજીક હોવાના કારણે વયસ્કો દ્વારા એ હવાને શ્વાસમાં ખેંચવાની સંભાવના ઓછી રહે છે. તેમ છતાં, અભ્યાસના લખકોએ ચેતવણી ઉચ્ચારી છે કે, ફરીથી સ્કૂલો ખોલવાથી બાળકો દ્વારા મોટા પ્રમાણમાં ચેપ ફેલાઈ શકે છે. 

સાથે જ મોટા બાળકોમાં પણ મોટા પ્રમાણમાં ચેપ ફેલાઈ શકે છે. બીજા અભ્યાસોમાં પણ જોવા મળ્યું છે કે, આખો દિવસ મોટી સંખ્યામાં લોકોના સંપર્કમાં આવવાના કારણે સ્કલનાં બાળકો દ્વારા બીજાને ચેપ લગાડવાનું જોખમ રહે છે. જોકે, લક્ષણ વગરના બાળકો કેટલો ચેપ ફેલાવી શકે છે તે હજુ સ્પષ્ટ થયું નથી. 

માધ્યમિક અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી 
દક્ષિણ કોરિયાનો અભ્યાસ માધ્યમિક અને હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક તસવીર રજૂ કરે છે. અભ્યાસમાં જોવા મળ્યું કે, આ બાળકો અન્ય વયસ્કોની જેમ જ બીજાને ચેપ લગાવી શકે છે. કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે, અભ્યાસનો નિષ્કર્ષ બાળકોનાં વ્યવહાર પર આધારિત હશે. આ બાળકોમાંથી કેટલાક તો વયસ્કો જેટલાં મોટાં હોય છે. શક્ય છે, તેઓ સ્વચ્છતાનું ધ્યાન ન રાખતા હોય. અન્ય બાળકોની સરખામણીમાં બીજા લોકો સાથે વધુ સંબંધ રાખતા હશે. વિશેષજ્ઞ ડો. ઓસ્ટરહોમ અને અન્ય વિશેષજ્ઞ કહે છે કે, સ્કૂલોએ ચેપ ફેલાવાનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post