• Home
  • News
  • વુહાનમાં 19 ભારતીયો કોરોના સંક્રમિત મળ્યા પછી ચીને ભારતીયોના વિઝા કે રેસિડેન્ટ પરમિટ પર રોક લગાવી
post

ચીને વંદે ભારત હેઠળ એર ઈન્ડિયાની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકી દીધો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-06 12:19:29

ચીનના વુહાનમાં ત્રીજી નવેમ્બરે પહોંચેલા ભારતીયોમાંથી 19 સંક્રમિત મળ્યા પછી ચીને વિઝાના નિયમોમાં મોટા પાયે ફેરફાર કર્યો છે. ચીને ભારતના એ વિદેશી નાગરિકો પર થોડો સમય રોક લગાવી દીધી છે, જેમની પાસે કાયદેસરના વિઝા કે રેસિડેન્ટ પરમિટ છે. ચીને વંદે ભારત હેઠળ એર ઈન્ડિયાની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

પાંચમી નવેમ્બરે ભારતમાં ચીનના દૂતાવાસે કહ્યું હતું કે, ભારતસ્થિત ચીની દૂતાવાસ આ શ્રેણીમાં આવતા વિઝાધારકોના હેલ્થ ડેકલરેશન ફોર્મ પર મ્હોર નહીં લગાવે. જોકે, આ નિયમો રાજદૂતાવાસના કર્મચારીઓ અને સી-વિઝા ધરાવતા ભારતીયોને લાગુ નહીં પડે. આ ઉપરાંત ઈમર્જન્સી કે માનવતાવાદી જરૂરિયાતો માટે ચીન જતા વિદેશીઓએ ભારતમાં ચીની દૂતાવાસ કે વાણિજ્ય દૂતાવાસમાં વિઝા અરજી આપવી પડશે. જોકે, ત્રીજી નવેમ્બર પછી જારી થયેલા વિઝા પર આ રોક લાગુ નહીં થાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post