• Home
  • News
  • ચીને અરુણાચલનાં 11 સ્થળોનાં નામ બદલ્યાં:5 વર્ષમાં ત્રીજીવાર આવી હરકત કરી, ભારતે કહ્યું- નામ બદલવાથી હકીકત બદલાતી નથી
post

અરુણાચલ પ્રદેશની 1126 કિલોમીટર લાંબી સીમા ચીન સાથે અને 520 કિલોમીટર લાંબી સીમા ભારત સાથે મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-04 19:22:47

ચીને પોતાના નકશામાં અરૂણાચલ પ્રદેશની 11 જગ્યાના નામ બદલી દીધા છે. ચીને છેલ્લાં 5 વર્ષમાં ત્રીજીવાર આવું કર્યું છે. આ પહેલાં 2021માં ચીને 15 જગ્યા અને 2017માં 6 જગ્યાઓના નામ બદલ્યા હતાં. ભારતે 2021માં કહ્યું હતું- નામ બદલવાથી સત્ય નથી બદલાતું

3 માર્ચ 2023ના રોજ 11 જગ્યાનાં નામ બદલવા પર હાલ ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.પરંતુ 2021માં ભારતે પણ ચીનના આવા જ પગલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું- અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. નામ બદલવાથી સત્ય બદલાતું નથી. ચીને 2017માં પણ આવું જ પગલું ભર્યું હતું. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતો અને હંમેશાં રહેશે.

ઇટાનગર નજીકના વિસ્તારનું નામ પણ બદલ્યું
ચીનના સરકારી ન્યૂઝપેપર 'ગ્લોબલ ટાઈમ્સ'ના જણાવ્યા પ્રમાણે, સોમવારે ચીનની સિવિલ અફેર મિનિસ્ટ્રીએ 11 નામ બદલવા અંગે મંજૂરી આપી દીધી છે. આ દરેક વિસ્તાર જેંગનેન (ચીનના દક્ષિણ રાજ્ય શિજિયાંગનો ભાગ)માં આવે છે. તેમાંથી 4 રહેણાક વિસ્તાર છે. તેમાંથી એક વિસ્તાર અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરથી ખૂબ જ નજીક છે. 5 પહાડી ક્ષેત્ર અને બે નદીઓ છે. ચીને આ વિસ્તારનાં નામ મંદારિન અને તિબેટીયન ભાષામાં રાખ્યાં છે.

 

કોંગ્રેસે કહ્યું- ચીનની આ પ્રકારની હરકત માટે PM મોદી જવાબદાર
કોંગ્રેસ નેતા જયરામ રમેશે ચીનના અરૂણાચલના અમુક વિસ્તારના નામ બદલવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠરાવ્યા છે. કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે PM મોદીએ જૂન 2020માં ચીનને ક્લીન ચિટ આપી દીધી હતી. હવે આપણે તેની કિંમત ચૂકવવી પડી રહી છે. ચીનની સેના દેસપાંગના મેદાનમાં ભારતમાં પેટ્રોલિંગના અધિકારોને નામંજૂર કરી રહી છે. જ્યારે પહેલાં આ વિસ્તારમાં કોઈપણ જાતની રોકટોક વિના ભારતની પહોંચ હતી.

 

શું સાચે જ નામ બદલાઇ જશે?
જવાબ છે- ના, ખરેખર, આ માટે નિશ્ચિત નિયમો અને પ્રક્રિયા છે. જો કોઈ દેશ કોઈ સ્થળનું નામ બદલવા માગે છે, તો તેમણે UN ગ્લોબલ જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન મેનેજમેન્ટને અગાઉથી જાણ કરવી પડશે. આ પછી, UNના ભૌગોલિક નિષ્ણાતો તેમને વિસ્તારની મુલાકાત આપે છે. આ દરમિયાન સૂચિત નામની ચકાસણી કરવામાં આવે છે. સ્થાનિક લોકો સાથે વાતચીત કરવામાં આવી છે. જો તથ્યો સાચાં હોય, તો નામમાં ફેરફાર મંજૂર કરવામાં આવે છે અને તેને રેકોર્ડમાં સામેલ કરવામાં આવે છે.

અરુણાચલ અને અક્સાઈ ચીન પર પણ વિવાદ

·         બંને દેશો વચ્ચે 3488 કિલોમીટર લાંબી LAC (લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) પર વિવાદ ચાલી રહ્યો છે. જોકે ચીન અરુણાચલ પ્રદેશના ભાગને પણ વિવાદિત માને છે.

·         અરુણાચલ પ્રદેશની 1126 કિલોમીટર લાંબી સીમા ચીન સાથે અને 520 કિલોમીટર લાંબી સીમા ભારત સાથે મળે છે.

·         ચીનનો દાવો છે કે અરુણાચલ પારંપરિક દૃષ્ટિએ દક્ષિણ તિબેટનો ભાગ છે, ત્યાં જ ભારત અક્સાઈ ચીન વિસ્તારને પોતાનો ગણાવે છે.

·         1962ના યુદ્ધમાં ચીને અક્સાઈ ચીનના ભાગ ઉપર કબજો જમાવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post