• Home
  • News
  • ભારત-US સાથે તણાવ વચ્ચે ખૂંખાર બન્યું ચીન, બનાવી દુનિયાની સૌથી મોટી એર લૉન્ચ મિસાઇલ
post

આ એન્ટી શિપ બેલિસ્ટિક મિસાઇલ બે સ્ટેજવાળા એન્જિનથી ચાલે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 12:05:54

ભારત (India) અને અમેરિકા(America) સાથે વધતા તણાવ વચ્ચે ચીને વિશ્વની સૌથી મોટી એર લોન્ચ મિસાઇલ (Air Launch Missile)ને કાર્યરત કરી દીધી છે. ચીને આ મિસાઇલ તેના સ્ટ્રેટેજિક બોમ્બર એરક્રાફ્ટ H-6N (Strategic Bomber Aircraft) પર તૈનાત કરી છે. તાજેતરમાં જ ચીનનું આ વિમાન હાયપરસોનિક એન્ટી શિપ બેલિસ્ટિક મિસાઇલ (Hypersonic Anti Ship Missile) ના એર લોન્ચ વર્ઝનની સાથે ઉડાન ભરતુ જોવા મળ્યું હતુ. આવી મિસાઇલો ચીન સિવાય ફક્ત યુએસ અને રશિયાની સેના પાસે છે. 2017 થી જ યુ.એસ.ની ગુપ્તચર એજન્સી પાસે એવા અહેવાલો હતા કે ચીન બે પ્રકારની એર લૉન્ચ બેલિસ્ટિક મિસાઇલો બનાવી રહ્યું છે.


આ એન્ટી શિપ બેલિસ્ટિક મિસાઇલ બે સ્ટેજવાળા એન્જિનથી ચાલે છે


આમાં તાજેતરમાં પહેલી મિસાઇલ જોવા મળી હતી, યુ.એસ.એ તેનું નામ સીએચ-એએસ-એક્સ -13 (CH-AS-X-13) રાખ્યું છે. આ મિસાઇલને સૌથી પહેલા એપ્રિલ 2018માં કાર્નેગી એન્ડોમેન્ટમાં ફૉર ઇન્ટરનેશનલ પીસ પોલિસી પ્રોગ્રામના સીનિયર ફેલો અંકિત પાંડાએ રિપોર્ટ કરી હતી. આ એન્ટી શિપ બેલિસ્ટિક મિસાઇલ બે સ્ટેજવાળા એન્જિનથી ચાલે છે, જેમાં સૉલિડ ફ્યૂલનો ઉપયોગ કરવામાં આવે છે, જેની ઓપરેશનલ રેન્જ લગભગ 3000 કિમી છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ મિસાઇલ તેની સાથે પરમાણુ હથિયાર વહન કરવામાં પણ સક્ષમ છે.

ડીએફ -21 ડી મિસાઇલ 30 ફુટથી વધુ લાંબી

આ મિસાઇલને DF-21Dનું એર લોન્ચ વેરિઅન્ટ પણ કહેવામાં આવે છે. ડીએફ -21 ડી મિસાઇલ 30 ફુટથી વધુ લાંબી છે અને 2000 કિલોમીટર સુધી પ્રહાર કરવામાં સક્ષમ છે. તેથી આ મિસાઇલને જમીનથી જ લૉન્ચ કરી શકાય છે. રિપોર્ટ પ્રમાણે ચીનનું એચ -6 એન વિમાન ખૂબ જ ખતરનાક છે અને તે ઝડપી ચાલતા ડ્રોન વિમાનથી લઈને એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલો લઇ જવા માટે બનાવવામાં આવ્યું છે. આ વિમાન ક્રુઝ મિસાઇલ ચલાવવામાં પણ સક્ષમ છે. તે ચાઇનીઝ બોમ્બર એરક્રાફ્ટ H-6Kનું એક સુધારેલું સંસ્કરણ છે જે પોતે પણ આધુનિક છે.

ભારત પાસે નથી આ ટેક્નોલોજી

H-6K સોવિયત સંઘના TU-16 બોમ્બર વિમાન પર આધારિત છે. ચીન હવે તેના H-6N વિમાન માટે હવામાંથી પ્રહાર કરવા સક્ષમ હાયપરસોનિક મિસાઇલો બનાવી રહ્યું છે. ચીને તાજેતરમાં જ તેની સૈન્ય પરેડમાં એક વિશાળ DF-17 મિસાઇલનું પ્રદર્શન કર્યું હતું. આ મિસાઇલ કેટલી અસરકારક છે તે વિશે બહુ ઓછી માહિતી છે. જોકે, ચીન ચોક્કસપણે વિશ્વને કહેવા માંગે છે કે તેની પાસે સંપૂર્ણ સક્રિય હાયપરસોનિક મિસાઇલ છે. ભારત પાસે હવાથી એન્ટી શિપ બેલિસ્ટિક મિસાઇલો લૉન્ચ કરવાની ટેક્નોલોજી નથી. જો કે ડીઆરડીઓ આવી મિસાઇલ બનાવવા માટે કામ કરી રહ્યું છે, જેને હવાથી લોંચ કરી શકાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post