• Home
  • News
  • ચાઈનીઝ ગેરંટી એક જ દિવસમાં પૂરી / ચીને ગલવાનમાં ફરી ટેન્ટ નાંખ્યા, સેટેલાઈટ તસવીરોમાં સૈન્ય અડ્ડા નજીક કેમ્પ અને વાહનોનો જમાવડો નજરે પડ્યો
post

એક બાજુ વાટાઘાટો ચાલુ અને બીજી બાજુ ચીનની અવળચંડાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 11:09:05

નવી દિલ્હી: લદાખની ગલવાન ખીણમાં થયેલા લોહિયાળ સંઘર્ષ અને ભારતની સાથે સતત મંત્રણા કરવા છતાં પણ ચીન અવળચંડાઈ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ચીન ગલવાન ધાટીમાં જ્યાં અથડામણ થઈ હતી ત્યાં ટેન્ટ નાંખી રહ્યું હોવાનું જણાયું છે. તે ભારત સાથેની એલએસી પર ફિંગર એરિયામાં વ્યૂહાત્મક મોરચે સતત નિર્માણ કરી રહ્યું છે. તેમાં પૂર્વ લદાખ સેક્ટર પણ સામેલ છે જ્યાં તેણે તોપખાના-બખ્તરિયા રેઝિમેન્ટ સાથે 10,000 સૈનિકો તહેનાત કરી રાખ્યા છે.

એક અંગ્રેજી વેબસાઈટના હવાલાથી સમાચાર મળ્યા છે કે પૂર્વ લદાખમાં પીપુલ્સ લિબરેશન આર્મી(પીએલએ) દોલત બેગ ઓલ્ડી અને ડેપસાંગ સેક્ટરમાં નવો મોરચો ખોલવાની તૈયારીમાં છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે ત્યાં જમાવડો થઈ રહ્યો છે. 

ચીન સાથે સરહદી બેઠક
ચીન સાથે ભારતીય અધિકારીઓની બુધવારે સરહદી બેઠક યોજાઈ. જેમાં સંવાદની પ્રક્રિયાની રીત અને સરહદી બાબતોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થઇ હતી. 

જવાનોને કમેન્ડેશન કાર્ડ 
સેનાપ્રમુખ જનરલ એમ.એમ.નરવણે લદાખની મુલાકાતના બીજા દિવસે અગ્રીમ મોરચે પહોંચ્યા હતા. અહીં ચીન સાથેની અથડામણમાં બહાદુરી સાથે લડનારા જવાનોને કમેન્ડેશન કાર્ડ(પ્રશંસાપત્ર) આપ્યાં હતાં. 

 

adv

Related News

post
post
post
post
post
post
post