• Home
  • News
  • ચીનની આર્મી ભારત સહિત ઘણા દેશો માટે ખતરો, તેની સામે તૈયારી રાખવી પડશે: અમેરિકા
post

ચીનમાં શ્રમિકોનું શોષણ થાય છે, EUના વિદેશમંત્રીઓ પાસેથી ફીડબેક પણ લીધો: માઇક પોમ્પીઓ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 09:41:53

અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પીઓએ એક નિવેદનમાં કહ્યું હતું કે ચીન અંગે અલગ અલગ રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી અત્યારે દક્ષિણ ચાઇના સમુદ્ર અને અન્ય દેશો માટે ખતરો બની રહી છે. તેની સામે યોગ્ય તૈયારી કરવી પડશે. પોમ્પીઓએ કહ્યું હતું કે ચીન મામલે યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રીઓ પાસેથી પણ ફીડબેક લેવામા આવ્યો હતો.

પોમ્પીઓએ કહ્યું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરે છે જેમાં સાઉથ ચાઇના સી અને ભારત સાતે હિંસક સંઘર્સ સામેલ છે. ભારત સાથે ચીન વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને સાઉથ ચાઇના સી માટે ખતરો છે. તેની સામે વળતો જવાબ આપવા યોગ્ય રીતે તૈયારી રાખવી પડશે. 

ચીન શ્રમિકોનું શોષણ કરે છે
પોમ્પીઓએ કહ્યું- અમારા એક રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે કે ચીનમાં લેબરને લઇને કોઇ માનવાધિકાર નથી. અહીં બળજબરીપૂર્વક શ્રમિકોને કામ કરાવવામા આવે છે અને તેઓ જે પરિસ્થિતિમાં કામ કરે છે તે અત્યંત ભયજનક અને દયનીય છે. સીસીપી અને બેલ્ટ તેમજ રોડ પ્રોજેક્ટ્સમાં જે શ્રમિકો કામ કરે છે તે અત્યંત અમાનવીય પરિસ્થિતિમાં કામ કરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post