• Home
  • News
  • ચીનની અવળચંડાઈ:ભારતના મિત્ર ભૂટાનની અંદર અને ડોકલામ ગતિરોધના સ્થાનથી 9 કિમી દૂર ચીને ગામ વસાવ્યું
post

ચીને ભૂટાનના વિસ્તારમાં 2 કિમી અંદર એક ગામ વસાવ્યું છે, જે ડોકલામથી ખૂબ નજીક છે. જ્યાં 2017માં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-20 10:35:50

ચીને ભૂટાનના વિસ્તારમાં 2 કિમી સુધી અંદર એક ગામ વસાવ્યું છે, જે ડોકલામથી ખૂબ નજીક છે. જ્યાં 2017માં ચાઈનીઝ અને ભારતીય સૈનિકો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ચીનના સરકારી મીડિયાના એક વરિષ્ઠ પત્રકાર દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરોમાં ગામ નજરે પડ્યું છે. હટાવી દેવાયેલા ટ્વીટ્સમાં, ચાઈનીઝ સીજીટીએન ન્યૂઝના એક વરિષ્ઠ પ્રોડ્યુસર શેન શિવેઈએ ગામની તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તે ડોકલામ ક્ષેત્ર હતું.

ચાઈનીઝ ગામ પંગડા ભૂટાન ક્ષેત્રની અંદર 2 કિમીના અંતરે આવેલું છે અને એ વાતનો એક સંકેત છે કે ભારતે હંમેશા તેની આશંકા વ્યક્ત કરી છે. ચીન ભારતીય અને ભૂટાન ક્ષેત્રમાં કાપ મૂકવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ કદમ ભારત માટે ખાસ ચિંતાજનક છે. કેમકે તે ભૂટાનની ક્ષેત્રીય અખંડિતતા માટે જવાબદાર છે કે જેની પાસે એક મર્યાદિત સશસ્ત્ર દળ છે.

ઉલ્લેખનીય છે કે દોકલામ ગતિરોધ ભારત અને ચીનની વચ્ચે પૂર્વ લદાખમાં ટકરાવ અગાઉ સૌથી ગંભીર મુદ્દો હતો. લદાખમાં ગતિરોધ પછી પરમાણુ-હથિયારોથી સજ્જ બંને દેશોએ સરહદે હજારો સૈનિકોને મોકલ્યા છે. ગત સપ્તાહે, સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત અને ચીને તણાવ ઘટાડવા માટે ત્રણ તબક્કાની યોજના બનાવી છે. જો કે, તેના કાર્યાન્વયન માટે હજુ સુધી કોઈ હસ્તાક્ષર કે સમજૂતી થઈ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post