• Home
  • News
  • ચીને મહામારીનો લાભ લઈ પ્રશાંત મહાસાગરના 1.16 લાખ વસ્તી ધરાવતા કિરબાતીમાં એમ્બેસી શરૂ કરી
post

કિરબાતી પ્રશાંત મહાસાગરનો એક નાનો દેશ છે, પણ વ્યૂહાત્મક રીતે તે ઘણુ મહત્વ ધરાવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 10:06:53

વોશિંગ્ટન: પ્રશાંત મહાસાગરનો એક નાનો એવો દેશ કિરબાતી તાજેતરમાં સમાચારોમાં છે. વિશ્વના  મોટાભાગના દેશો જ્યારે કોરોના સામે લડી રહ્યા હતા ત્યારે ચીને આ નાના દેશમાં તેની એમ્બેસી (Embassy) શરૂ કરી છે. કિરબાતીના રાષ્ટ્રપતિ ટેનેટી મમાઉને બેઇજિંગના સમર્થક માનવામાં આવે છે. તાજેતરમાં જ તેઓ ફરી વખત ચૂંટાઈ આવ્યા છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા કિરબાતીને સૌથી વધારે આર્થિક મદદ આપતુ હતું. પણ ચીન પ્રશાંત મહાસાગરમાં તેની શક્તિ વધારવા માંગે છે અને તે માટે આ દેશ તેના માટે મહત્વનો બની જાય છે.
ત્રણ દેશની એમ્બેસી આ દેશમાં છે
ચીન અગાઉ અહીં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તથા ક્યુબાની એમ્બેસી શરૂ થઈ છે. આ દેશ 33 ટાપુ જોડીને બનેલો છે. આ અગાઉ અહીયા તાઈવાન ખૂબ નજીક માનવામાં આવતો હતો, પણ હવે ચીન અહીં ઝડપભેર વિસ્તાર કરી રહ્યો છે. આ સપ્તાહે મમાઉ અહીં બીજી વખત રાષ્ટ્રપતિ ચુંટાઈ આવ્યા છે.

કિરબાતી વિશ્વ માટે શાં માટે અગત્યનો દેશ છે?
ચીન કિરબાતી મારફતે અનેક ઉદ્દેશને હાંસલ કરવા માંગે છે. બેઇજિંગ એટલી ઉતાવળમાં હતું કે વિશ્વને મહામારીમાંથી બહાર આવે તેની રાહ પણ ન જોઈ અને એમ્બેસી શરૂ કરી દીધી. ચીનની આ કૂટનીતિને ત્રણ રીતે સમજી શકાય છે. એશિયા અને અમેરિકાનો માર્ગઃ કિરબાતી પ્રશાંત મહાસાગરના એ હિસ્સામાં આવેલો છે કે જ્યાંથી એશિયા અને અમેરિકા જોડાયેલ છે. એટલે કે વેપારની દ્રષ્ટિએ પણ આ દેશ ખૂબ અગત્યનો છે.

મિલિટ્રીઃ પ્રશાંત મહાસાગરમાં અત્યાર સુધી અમેરિકાનો દબદબો રહ્યો છે. હવે ચીન તેને પડકારવા માંગે છે. આજે નહીં તો કાલે પણ ચીન અહીં તેનું મિલિટ્રી બેઝ તૈયાર કરવા ઈચ્છશે.


ઓસ્ટ્રેલિયાને પડકારઃ કિરબાતી હંમેશા ઓસ્ટ્રેલિયાની નજીક રહ્યું છે. વર્ષ 2011થી 2017 વચ્ચે ઓસ્ટ્રેલિયાએ આ દેશને 6.25 અબજ ડોલરની આર્થિક મદદ કરી છે. પણ ચીન હવે અહીં શક્તિશાળી બનીને ઉભરી રહ્યું છે. બન્ને દેશ વચ્ચે જે તણાવ જારી છે તે આ માટેનું કારણ છે.

14 વર્ષથી ચીન પ્રયત્ન કરતું હતુ
ચીન ઘણા સમયથી કિરબાતી પર નજર રાખતુ હતું. વર્ષ 2006માં ચીનના તે સમયના રાષ્ટ્રપતિ વેન જિયાબાઓ અહીં આવ્યા હતા. આ દેશને આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. કિરબાતીનો GDP ફક્ત 33.77 બિલિયન ડોલર છે. મહામારીના સમયમાં ચીન આ દેશને ઘણી મદદ કરી છે. વીડિયો કોન્ફરન્સિંગ મારફતે અહીં મેડિકલ સ્ટાફને તાલીમ આપવામાં આવી. અન્ય ઘણાબધા તબીબી ઉપકરણ મોકલ્યા. અહીં 312 કેસ સામે આવ્યા છે. 7 લોકોના મોત થયા છે.

હવે ઓસ્ટ્રેલિયા પણ જવાબ આપવા માટેની તૈયારીમાં
ઓસ્ટ્રેલિયાએ પણ ચીનની ચાલને નિષ્ફળ કરવા માટે તૈયારી કરી લીધી છે.આ માટે તેણે બે મોટી જાહેરાત કરી છે. પહેલી- કિરબાતી અને આ ક્ષેત્રના અન્ય 10 દેશને 6.90 કરોડ ડોલરની આર્થિક મદદ કરવામાં આવશે. બીજી-ઓસ્ટ્રેલિયાના બે જાણીતા ટીવી શો શરૂ કરવામાં આવશે. બીજી જાહેરાત ઘણી અગત્યની છે કારણ કે ભાષાની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા અહીં ઘણી અસર ધરાવે છે. આ શો મારફતે તે લોકો સુધી વધારે પહોંચ ઉભી કરી શકશે. ઓસ્ટ્રેલિયાના આ પગલાથી ચીન ઘણુ પરેશાન છે.

ટ્રેવલ બબલ
ચીન જે પ્રકારે હોંગકોંગ, મકાઉ અને ગુઆંગડોંગમાં સીધા સમુદ્રી માર્ગો તૈયાર કર્યા છે. તે રીતે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પણ પ્રશાંત મહાસાગરના 10 દેશને જોડી રહ્યું છે. ફિઝી, સમાઓ તથા સોલમન આઈલેન્ડ્સ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. અમેરિકા પણ ખુલ્લીને મદદ કરવા લાગ્યુ છે. તેને એક્સપર્ટ્સ ટ્રેવલ બબલ નામ આપે છે. નિષ્ણાતો કહે છે કે-ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને અહીં ગેટકીપર રોલ પ્લે કરવો જોઈએ. તેનાથી વિશ્વને ફાયદો થશે.

adv

Related News

post
post
post
post
post
post
post