• Home
  • News
  • ભારત પછી ચીનની તાઈવાનમાં ઘુસણખોરી:ચીનના 18 ફાઈટર જેટ્સે તાઈવાનની સીમામાં ઉડાન ભરી, જિનપિંગ સરકારે કહ્યું- અમેરિકા અને તાઈવાન આગ સાથે ન રમે
post

ચીને આ હરકત ત્યારે કરી જ્યારે અમેરિકાના અંડર સેક્રેટરી કીથ ક્રેચ તાઈવાનમાં હાજર હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-19 16:33:31

ચીનના 18 ફાઈટર જેટ્સે શુક્રવારે સાંજે તાઈવાનના હવાઈ વિસ્તારમાં ઘુસણખોરી કરી છે. આ ફાઈટર જેટ્સે ત્યાં અમુક મીનિટો સુધી ઉડાન ભરી અને પરત ફર્યા. ત્યારપછી ચીને કહ્યું કે, આ અમારા તરફથી અમેરિકા અને તાઈવાનને વોર્નિંગ છે. ખાસ વાત એ છે કે, જે સમયે આ ફાઈટર જેટ્સ તાઈવાનના આકાશમાં ઉડાન ભરી રહ્યા હતા ત્યારે અમેરિકાના અંડર સેક્રેટરી કીથ ક્રેચ તાઈવાનના પાટનગર તાઈપાના એક કાર્યક્રમમાં હાજર હતા.

ચીનના ફાઈટર જેટ્સ જ્યારે તાઈવાનની સીમામાંથી પરત ફર્યા તેની થોડી વાર પછી ચીનના રક્ષા મંત્રાલયના એક સીનિયર ઓફિસરનું નિવેદન આવ્યું હતું. કર્નલ રેન ગુઓકિંયાગે કહ્યું હતું- જે લોકો આગ સાથે રમવાનો પ્રયત્ન કરશે તે દાઝી જશે. ત્યાંના એક સરકારી થિંક ટેન્કે કહ્યું- અમારા તરફથી આ અમેરિકા અને તાઈવાન બંને માટે વોર્નિંગ છે.

ચીન હવે ભારત પછી તાઈવાનમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જૂનથી લઈને અત્યાર સુધી ચીન લદ્દાખમાં ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહ્યું છે. ચીને તાજેતરમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 10 હજાર લોકોની જાસુસી કરી હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.

અમેરિકાએ જવાબ ન આપ્યો
બે મહિનામાં આવું બીજી વખત થયું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ મંત્રી સ્તરના ઓફિસરને તાઈવાન મોકલ્યા છે. 1979 પછી અમેરિકાના કોઈ મોટા ઓફિસર તાઈવાન જતા નહતા. જોકે બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો ઘણાં સારા છે. ચીનીન આ હરકત વિશે અમેરિકાએ હજી કોઈ જવાબ આપ્યો નથી.

અમેરિકાએ તાઈવાનનો સાથે આપ્યો
મહામારી શરૂ થયા પછી તાઈવાનની ખાડી અને સાઉથ ચાઈના સીમાં શી જિનપિંગ સરકારે નાના દેશો પર દબાણ વધારી દીધુ છે. ચીન સરકાર તાઈવાનને તેમનો હિસ્સો માને છે. જ્યારે હકીકતમાં તાઈવાન એક સ્વતંત્ર દેશ છે. અમેરિકાએ ખુલીને તાઈવાનનો સાથ આપ્યો છે. બંને દેશો વચ્ચે અબજો ડોલરની ડિફેન્સ ડીલ પણ થવાની છે. થોડા મહિનાઓમાં ચીને તાઈવાનની હવાઈ અને દરિયાઈ સીમાનું ઘણી વાર ઉલ્લંઘન કર્યું છે. પરંતુ પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ફાઈટર જેટ્સ તાઈવાનની સીમામાં ઘૂસ્યા છે.

તાઈવાને જવાબી કાર્યવાહી કરી લીધી હતી
જે દરમિયાન ચીની ફાઈટર જેટ્સ તાઈવાનના આકાશમાં પહોંચ્યા ત્યારે જ તાઈવાને તેમના એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને એક્ટિવ અને હાઈ એલર્ટ પર મુકી દીધા હતા. જોકે તાઈવાન તરફથી જવાબી કાર્યવાહીની શંકાએ ચીન એરક્રાફ્ટ્સ તુરંત પરત ફર્યા હતા. બુધવારે પણ ચીનના બે ફાઈટર જેટ્સ તાઈવાનની હવાઈ સીમામાં ઘુસણખોરી કરી ચૂક્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post