• Home
  • News
  • નેતન્યાહૂના શપથ પહેલાંની ઘટના / ઇઝરાયલમાં ચીનના રાજદૂત ડૂ વેઇનું શકમંદ હાલતમાં મોત
post

ચીનના રાજદૂત ડૂ વેઇની ફાઇલ તસવીર

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-18 09:13:00

તેલ અવીવ: ઇઝરાયલમાં ચીનના રાજદૂત ડૂ વેઇનું શકમંદ હાલતમાં મોત થઇ ગયું. વેઇ હર્ટઝલિયા કાથેના પોતાના નિવાસે પથારીમાં મૃત મળી આવ્યા. આ ઘટના રવિવારે વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂના શપથ સમારંભના થોડા કલાકો પહેલાં જ થઇ. વેઇના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્ર છે. જે ઇઝરાયલમાં ન હતાં.


રાત્રે હાર્ટએટેક આવ્યો, જેનાથી તેનું મોત થયું: રિપોર્ટ
ઇઝરાયલી પોલીસને ડૂના મોત અંગે કોઇ માહિતી નથી અને કહ્યું છે કે તે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસ પ્રમાણે, તેમને રાત્રે હાર્ટએટેક આવ્યો, જેનાથી તેનું મોત થયું. મીડિયા રિપોર્ટ મુજબ તેમના સાથીઓએ ડૂને જગાડવાનો પ્રયત્ન કર્યો તો તેમનો શ્વાસ ચાલતો નહતો. યુક્રેનમાં ચીનના રાજદૂત રહેલા 58 વર્ષના ડૂને ફેબ્રુઆરીમાં ઇઝરાયલના રાજદૂત બનાવાયા હતા. બે દિવસ પહેલાં જ ડૂએ અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પીઓની એ વાત અંગે ટીકા કરી હતી, જેમાં પોમ્પિયોએ ઇઝરાયલમાં ચીની રોકાણનો વિરોધ કર્યો હતો. 

adv

Related News

post
post
post
post
post
post
post