• Home
  • News
  • સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગમાં ખૂલ્યું ગુજરાત કનેક્શન, બે આરોપી કચ્છના ભૂજમાંથી ઝડપાયા
post

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બંનેને ભુજમાંથી દબોચી લીધા, બિહારના રહેવાસી છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-16 10:59:00

મુંબઈ: બોલીવુડના દબંગ ખાન તરીકે જાણીતા અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે આરોપી ઝડપાઈ ગયા છે. સોમવારે મોડી રાત્રે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભુજમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની ઓળખ વિકી સાહેબ ગુપ્તા અને સાગર શ્રીજોગેન્દ્ર પાલ તરીકે થઈ છે, બંને બિહારના રહેવાસી છે. તેઓને આજે મુંબઈ લાવવામાં આવશે. 14 એપ્રિલે સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઇક પર આવેલા બે હુમલાખોરોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ સમયે સલમાન તેના ઘરે હતો. ઘટના બાદ સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

 

સીસીટીવી કેમેરામાં બે શખ્સો કેદ થયા:

CCTV ફૂટેજમાં જોવા મળે છે કે બંને આરોપીઓએ સ્પોર્ટ્સ કેપ પહેરેલી હતી અને તેમના ખભા પર બેગ લટકતી હતી. આ ફૂટેજમાં બંને સલમાનના ઘર પર ફાયરિંગ કરતા દેખાય છે. ખાનને લોરેન્સ-ગોલ્ડી બ્રાર ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.

 

લોરેન્સ ગેંગે લીધી હતી ફાયરિંગની જવાબદારી:

ફાયરિંગની ઘટના બાદ લોરેન્સના ભાઈ અનમોલે એક ઓનલાઈન પોસ્ટમાં આ ઘટનાની જવાબદારી લીધી હતી. તેણે આ ઘટનાને ટ્રેલર ગણાવી સલમાનને ચેતવણી આપી હતી. જો કે પોલીસ આ પોસ્ટની પુષ્ટિ કરી નથી. લોરેન્સ હાલમાં અનેક હાઈ-પ્રોફાઈલ લોકોની હત્યાના આરોપમાં તિહાર જેલમાં છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post