• Home
  • News
  • ચીની સરકાર જેક માને આપશે ઝટકો! અલીબાબા-એન્ટ ગ્રૃપનું કરી શકે છે રાષ્ટ્રીયકરણ
post

જેક માએ ચીની સરકાર પાસેથી અપીલ કરી હતી કે તેઓ સિસ્ટમમાં બદલાવ લાવે. જે કારોબારમાં ઈનોવેશનના પ્રયાસોને દબાવવાનું કામ કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 10:10:07

ચીની સરકાર જેક મા (Jack Ma)ની અલીબાબા (Alibaba) અને એન્ટ ગ્રૃપ (Ant Group)નું રાષ્ટ્રીયકરણ (Nationalize)કરી શકે છે. ઉલ્લેખનીય છે કે જેક માએ ગત 24 ઓક્ટોબરે ચીનના નોકરશાહી તંત્રની ટીકા કરતાં એક ભાષણ આપ્યું હતું. જેક માએ ચીનના નાણાકીય નિયામકો અને સરકારી બેંકોની ટીકા કરી હતી.

જેક માએ શાંઘાઈમાં આપેલાં ભાષણમાં ચીની સરકારની ટીકા કરી હતી. જેક માએ ચીની સરકાર પાસેથી અપીલ કરી હતી કે તેઓ સિસ્ટમમાં બદલાવ લાવે. જે કારોબારમાં ઈનોવેશનના પ્રયાસોને દબાવવાનું કામ કરે છે.

જેક માના આ ભાષણ બાદ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી જેક મા પર નારાજ થઈ ગઈ હતી અને આ બાદથી જ જેક માના એન્ટ ગ્રૃપ સહિત અનેક કારોબારો પર અસાધારણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા હતા. દાવો છે કે આ કાર્યવાહી બાદ જ જેક મા સાર્વજનિક સ્થળો પર દેખાઈ રહ્યા નથી અને તેઓને નજરકેદમાં રાખ્યા હોવાની પણ ચર્ચા છે.

ઈન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સે ચીન સરકારના હવાલાથી કહ્યું હતું કે, હાલના દિવસોમાં માર્કેટ રેગ્યુલેશન માટે રાજ્ય પ્રશાસન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો અને તેના આધાર પર ચીની પ્રશાસન દ્વાર અલીબાબાની તપાસ કરવામાં આવી રહી છે. એન્ટ સમૂહ અને અલીબાબાની તપાસ એવા સમયે થઈ રહી છે જ્યારે ચીન દેશના આ ઈન્ટરનેટ સેક્ટરના પ્રભાવની તપાસ કરી રહ્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post